fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે શેલ નદી માં બે બાળકો ડૂબી જવાના સમાચાર મળતા સ્થળ પર દોડી જતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકા ના નેસડી ગામે શેલ નદી કાઠે નેસડી ગામના બે બાળકો ઉમર અંદાજીત ૧૦-૧૨ વર્ષના ભાઈ બહેન નદી કિનારે ન્હાવવા ગયેલ ત્યારે ડૂબી જતા આ ઘટના ની જાણ ધારાસભ્ય ને થતા તવરીત ઘટના સ્થળે પહોચીને રેસ્ક્યુ ટીમ ને તાત્કાલિક સંપર્ક કરવામાં આવેલ અને સાથે જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ હાર્દિક કાનાણી, સાવરકુંડલા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા, નેસડી ગામના આગેવાનો તથા નાયબ મામલતદાર ,પાનસુરીયા , તાલુકા વિકાસ અધિકારી  ભાસ્કર  તથા પોલીસ સબ ઇન્સ્પેકટર રૂરલ, ડોડીયા મેડમ, તથા એડીપીઓ વાઘાણી ઘટના સ્થળે પહોચી ને બાળકો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવેલ છે, અને અને ધારાસભ્ય દ્વારા આ બાળકોના માતા પિતાને મળી ને આશ્વાસન આપવામાં આવેલ અને તમામ બચાવ ની કામગીરી કરવા તંત્ર ની સાથે સતત સંપર્ક માં રહી જાતે નિરીક્ષણ કરવામાં આવેલ

Follow Me:

Related Posts