અમરેલી જિલ્લાની કલા સંસ્થા અને કલાકારોએ ફોર્મ ભરવા જોગ
ભારત સરકારના નેશનલ મિશન ઓન લાઇન કલ્ચરલ મેપિંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવામાં આવનાર છે. આ પ્રાથમિક ડેટાબેઝ તૈયાર કરવાના થાય છે. જેમાં દ્રશ્ય (વાસ્તુશિલ્પ, મૂર્તિકલા, શિલ્પ, ચિત્રકલા, ફોટોગ્રાફી) પ્રદર્શન (ગાયન, વાદન, નૃત્ય, નાટ્ય રંગમંચ, કઠપુતળી) સાહિત્ય (મૌખિક, મુર્તિકલા/શિલ્પ, લિખિત) ક્ષેત્રમાં નિષ્ણાંત હોય તેવી શાળા, કોલેજો, કલા સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ અને સાંસ્કૃતિક ગ્રુપના કલાકારો પોતાના નામ નોંધવવા ઇચ્છતા હોય તેમને ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી ખાતેથી કચેરીના સમય દરમ્યાન ફોર્મ મેળવી શકશે. ફોર્મ ભરીને તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
Recent Comments