fbpx
અમરેલી

કોરોના મહામારી સ્થિતીને ધ્યાને લઈ રાજય સરકાર સમક્ષ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવા મુદત વધારા માટે દિલીપ સંઘાણી ની રજુઆત

કોરોના મહામારી સ્થિતીને ધ્યાને લઈ રાજય સરકાર સમક્ષ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવા મુદત વધારા માટે દિલીપ સંઘાણી ની રજુઆત કેન્દ્ર સરકાર દ્વારા મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીને મુદત વધારો અપાવો , રાજય સરકાર પણ આપે કોરોના મહામારીને કારણે જનસમુહ એકત્રીત થવુ મુશ્કેલ હોઈ , સહકારી મંડળીઓ – સંસ્થાની વાર્ષિક સાધારણ સભા પ્રવર્તમાન સ્થિતીમાં યોજવી હીતાવહ ન હોઈ , તે અંગે મુદત વધારા માટે પૂર્વ કેબીનેટ મંત્રી – ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજય સરકારને પત્ર દ્વારા ભારપૂર્વક રજુઆત કરી છે . સંઘાણીએ રજુઆતમાં જણાવેલ છે કે , વાર્ષિક સાધારણ સભા યોજવાની આખર તા .૩૦ – સપ્ટેમ્બર હોઈ છે પરંતુ હાલની સ્થિતીમાં સભા યોજવી શકય ન હોઈ , ભારત સરકારના સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્રારા મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીને આપેલ મુદત વધારા મુજબ રાજય સરકાર દ્વારા પણ આવો નિર્ણય ઈચ્છનીય હોવાનું પત્રના અંતમાં સંઘાણીએ જણાવેલ છે

Follow Me:

Related Posts