fbpx
અમરેલી

અમરેલી: સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા અનાજના જથ્થાને બજારમાં વેંચતા કાર્ડધારકો ઉપર કાર્યવાહી થશે

હાલ રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીના કાળમાં ઘઉં ચોખા વગેરે અનાજ તથા કઠોળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. વિનામૂલ્યે આપવામાં આવતા આ અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકો દ્વારા અન્ય વેપારીઓને વેચી નાખતા હોવાનું તેમજ અન્ય વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકનાં ડબ્બા વગેરે વસ્તુઓ મેળવવા બદલામાં વ્યાજબી ભાવની દુકાન ખાતેથી મેળવી ઘઉં કે ચોખા જેવી જણસ વેપારીને આપતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી આવું કૃત્ય કરતાં કોઇ રેશનકાર્ડ ધારકો ધ્યાને આવશે તો તેને મળતાં રેશનકાર્ડ પરના જથ્થાની જરૂરિયાત ન હોવાનું સાબિત માની તેમનું રેશનકાર્ડ સરકારની અનાજ મેળવવાની પાત્રતા ધરાવતા કાર્ડની યાદીમાંથી રદ કરવામાં આવશે. તેમજ આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts