fbpx
અમરેલી

અમરેલી શહેરના કેરિયા રોડ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા બે દિવસથી રસ્તો બંધ

અમરેલી શહેરની પ્રજા ખરેખર બહુ જ સહનશીલ છે. પરંતુ સહનશીલતા પણ એક હદ ચોક્કસ હોય છે, ક્યાં સુધી મૂંગા મોઢે એકલું સહન કર્યા કરવાનું ?
નેતાગીરી પાસે એકલી તાળીઓ પાડવાથી કશું નથી થવાનું, દરેક મુશ્કેલીનો જોરદાર વિરોધ ચોક્કસ કરવો જ પડશે તે સમય હવે આવી ગયો છે. જો કોઈ પણ સાચા પ્રશ્ને જનતા  અવાજ નહિ ઉઠાવે તો આ અમરેલીનું તંત્ર પ્રજાને નિર્માલ્ય માની લેશે અને અત્યારે જે કઈ પણ પરાણે કામ કરે છે તે પણ નહીં કરે. અમરેલી શહેર માં આ વખતે ખૂબ વરસાદ વરસ્યો છે જેને હિસાબે નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. શહેરના કેરિયા રોડ અંડર બ્રિજમાં આ છેલ્લા ભારે વરસાદ થી ખૂબ પાણી ભરાઈ ગયા છે. તે બાજુ કેટલી બધી સ્થાનિક સોસાયટીઓમાં હજારો લોકોનો વસવાટ છે, તે તમામ રહીશોની, વાહનચાલકો ની અવર જવર છેલ્લા બે દિવસથી સાવ બંધ થઈ ગઈ છે છતાં આ ગંભીર પ્રશ્ને પ્રજામાંથી કોઈ પણ બોલતું નથી, મૂંગા મોઢે રસ્તો બદલી નાખે છે પણ બધા જ સ્થાનિક રહેવાસીઓ એક સંપ થઈને કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી, અમરેલી શહેરની દરેક નાની માં નાની સમસ્યાઓ શહેરના પ્રિન્ટ મીડિયા હોય કે સિટીવોચ ન્યુઝ ચેનલ હોય બધા જ એકી સાથે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીને નિર્ભર તંત્રની આંખ ઉઘાડે છે પછી જ તંત્ર કામ કરે છે. પણ હવે લોકોએ જાગૃત થઈને એકસંપ થઈને મેદાને ઉતરવું જ પડશે. અમરેલીની સહનશીલ પ્રજા હવે બહુ સહન કર્યું હવે તો જાગો.

Follow Me:

Related Posts