fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે . ના એટ્રોસીટી તથા ખુનની કોશિષના ગુનામાં તેમજ વિસાવદર પો.સ્ટે.ના બે ખુનનાં ( મર્ડર ) ગુનામાં નાસતા ફરતો આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક . નિર્લિપ્ત રાય નાઓ ગંભીર પ્રકારના શરીર સબંધી ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ .. આર . કે . કરમટા તથા પો.સબ ઇન્સ . પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે . એટ્રોસીટી તથા ખુનની કોશિષ તથા વિસાવદર પોલીસ સ્ટેશનના બે ખુનના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં અને ભાગેડુ જાહેર કરેલ આરોપીને ચોક્કસ બાતમી આધારે અમરેલી સુધેશ્યામ ચોકડી પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ પકડાયેલ આરોપી વનરાજ દિલુભાઇ વાળા , ઉ.વ .૩૧ , ધંધો ખેતી , રહે . સરંભડા , તા.જી.અમરેલી વાળાને આજરોજ તા .૦૧ / ૧૦૨૦૨૦ ના રોજ હસ્તગત કરી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપી નીચે મુજબની સુનાઓમાં નાસતો ફરતો હતો , ( ૧ ) અમરેલી તાલુકા પો.સ્ટે . ફ . , ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૩૬૫ , ૪૪૭ , ૩૨૫ , ૩૨૪ , ૩૨૩ , ૩૪ , ૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એકટ કલમ ૩ ( ૧ ) ( આર ) ( એસ ) , ૩ ( ૨ ) ( ૫ ) , ૩ ( ૨ ) ( ૫ ) ( એ ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનાં ગુનાના કામે ફરીયાદી કૌશીકભાઇ ઉર્ફે વિશાલભાઇ મધુભાઇ ઝાલા રહે . સરંભડા તા.જી.અમરેલી વાળાએ ફરીયાદ લખાવેલ કે પોતે ભાર રીક્ષા લઇને જતો હોય ત્યારે આરોપીઓએ ફોરવ્હીલ લઇ સામે આવી પોતાને રોકી ગાળો આપી પોતાને ફોર વ્હીલ કારમાં બેસાડી અપહરણ કરી દુર લઇ જઇ હથિયાર વડે માર મારી જીવલેણ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશિષ કરી ગુનો કરેલ હોય જે ગુનામાં પકડાયેલ આરોપી નાસતો ફરતો હતો . ( ૨ ) વિસાવદર પો.સ્ટે . જી . જુનાગઢ , ગુ.ર.નં .૪ / ૨૦૧૯ ઇ . પી.કો. ક , ૩૦૨ , ૧૧૪ મુજબના કામે ગઇ તા .૦૪ / ૦૧ / ૨૦૧૮ ના રોજ | જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ભટ્ટ વાવડી ગામે ગોવિંદભાઇ કુંભારની વાડીએ આવેલ કુવામાંથી સુભાષભાઇ દયાશંકરભાઇ દવે , રહે.વિસાવદર , જી.જુનાગઢ વાળાની હત્યા કરાયેલ લાશ મળી આવેલ હતી . આ અંગે મરણ જનારના નાના ભાઇ અશ્વિનભાઇ દયાશંકરભાઇ દવે , રહે.વિસાવદર વાળાએ આરોપીઓ વિરૂધ્ધ પોતાના ભાઇની હત્યા કરી તેની લાશ કુવામાં ફેંકી દીધેલ હોવાની ફરિયાદ લખાવેલ હતી . જે ગુનામાં પકડાયેલ આરોપી નાસતો ફરતો હતો . ૩ ) વિસાવદર પો.સ્ટે . જી . જુનાગઢ ગુ.ર.નં .૧૧૨૦3૦૭૦૨૦૦૦૬ ૨૪૨૦૨૦ ઇ.પી.કો. ક . ૩૦૨ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનાં કામે ફરીયાદીની દિકરી હેતલબેન ત્રણેક વર્ષથી રીસામણે હોય જે ફરીયાદીનાં દિકરા યુવરાજને ગમતું ન હોય , યુવરાજ હેતલબેનને અવાર – નવાર પોતાને સાસરે જતા રહેવા કહેતો હોય પરંતુ હેતલબેન તેણીનાં સાસરે જતી ન હોય જેથી યુવરાજ તથા અન્ય બે આરોપીઓએ હેતલબેનને છરીના ઘા મારી મોત નિપજાવી ગુનો કરેલ હોય , જે ગુનામાં પકડાયેલ | આરોપી નાસતો ફરતો હતો . ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૭ વિ . મુજબનાં ગુનામાં નામ . કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતું અને સદર વોરંટની બજવણી ન થાય તે માટે મજકુર આરોપી નાસતો ફરતો હોય જેથી તેનાં વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૮૨ મુજબ જાહેરનામું બહાર પાડી મજકુર આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવેલ હતો . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . . આર . કે . કરમટા , તથા પો . સબ ઇન્સ . પી . એન . મોરી તથા એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts