fbpx
અમરેલી

અમરેલી શહેરમાં કોરોના 15 કેસ કુલ 29 કેસઃ કુલ 2115 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાનું તાંડવઃ અમરેલી જિલ્લાના 29 પોઝિટિવ કેસમાં અમરેલી શહેરના 15 કેસ.
અમરેલી શહેરમાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો છે. શહેરીજનોને અપીલ કે તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અવશ્ય કરાવી તંત્રને સહકાર આપીએ. રેપીડ ટેસ્ટ કરાવીને પોતાને તથા પરિવારને સુરક્ષિત રાખો. અમરેલી જિલ્લામા કોરોનાને નાથવા વહીવટી તંત્ર દ્વારા નકકર પગલાં ભરવામાં આવ્યા છે. આજે તા. 1 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 15 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી શહેરના 15 કેસમાં… અમૃતધારા સોસાયટીના 50 વર્ષીય પુરુષ, 43 વર્ષીય મહિલા અને 52 વર્ષીય પુરુષ ( ત્રણ કેસ ), ચક્કરગઢ રોડના 65 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય પુરુષ ( બે કેસ ), સુખનાથપરાના 40 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષ ( બે કેસ ), કાનાણી ની વાડીના 45 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય મહિલા ( બે કેસ ), અમરેલીના 41 વર્ષીય પુરુષ, માણેકપરાના 60 વર્ષીય મહિલા, ગણેશ સોસાયટી ના 48 વર્ષીય પુરુષ, નાગનાથ મંદિર નજીકના 62 વર્ષીય મહિલા, રોકડવાડીના 65 વર્ષીય મહિલા અને સત્યનારાયણનગરના 73 વર્ષીય વૃદ્ધ.
સાવરકુંડલાના 3 પોઝિટિવ કેસમાં… વિજપડીના 30 વર્ષીય યુવાન, રઘુવંશીપરાના 70 વર્ષીય વૃદ્ધ અને સાવરકુંડલાના 32 વર્ષીય પુરુષ.
અમરેલી જિલ્લાના 11 પોઝિટિવ કેસમાં… બગસરાના બગલી ચોકના 55 વર્ષીય મહિલા અને 80 વર્ષીય વૃદ્ધા ( બે કેસ ), બગસરાના હળીયાદ ના 65 વર્ષીય પુરુષ, ધારીના 70 વર્ષીય વૃદ્ધ અને 65 વર્ષીય પુરુષ, ધારીના ચલાલા ના 31 વર્ષીય પુરુષ, મોટી ફૂંકાવાવના 45 વર્ષીય પુરુષ, કુંકાવાવ ના વડીયાના 60 વર્ષીય પુરુષ, લાઠીના દામનગરના 65 વર્ષીય પુરુષ, મોટા લીલીયા ના 56 વર્ષીય પુરુષ, ખાંભાના કોટડા ના 70 વર્ષીય વૃદ્ધા.
આજના દિવસનો પોઝિટિવ કેસનું સ્ટેટ્સ જોઈએ તો…આજના કુલ પોઝિટિવ કેસ 29, સારવાર હેઠળ કુલ દર્દીઓ 252, આજના દિવસે ડિસ્ચાર્જ દર્દીઓ 23, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ દર્દીઓ 32, કુલ પોઝિટિવ કેસ 2115.

Follow Me:

Related Posts