fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા વ્યાજ વટાવ તથા બુટલેગરનો ગેરકાયદેસર ધંધો કરતા બે ઈસમો સામે પાસા હેઠળ વોરંટ ઈસ્યુ કર્યા

ગુજરાત સરકાર દ્વારા પાસા કાયદાની જોગવાઈઓને વાધારે વિસ્તૃત બનાવવામાં આવેલ છે.જેના અમલ માટે ગૃહ વિભાગે તા.૧૪/૦૯/ર૦ર૦ થી પાસા કાયદામાં સુધારાઓને અમલી બનાવતા બુટલેગરો તથા ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરનારાઓ સામે પાસાની કાર્યવાહી કરવા જોગવાઈ થયેલ છે. સદરહુ કાયદાનો સુધારો અમલમાં આવતા જ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા આવા ગુનેગારો સામે પાસા તળેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા અગાઉ ત્રણ ઈસમો સામે પાસાની કાર્યવાહી કરેલ હતી. આ બાબતે વધુ બે સામે આજ રોજ  પોલીસ અધિક્ષક, અમરેલીની દરખાસ્ત આધારે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે.વાઘજીભાઈ મુળજીભાઈ ડવ ઉ.વ.પ૯  રહે.મોટી કુકાવાવ, તા.વડીયા જે ગેરકાયદેસર રીતે વ્યાજ ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે વડીયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં.પ૭૪/ર૦ર૦ આઈપીસી કલમ-૪૦૬, ૪ર૦, પ૦૬, પ૦૬(૧) તથા નાણા ધીરનાર અધિનિયમ કલમ-૪૦ , ૪ર  મુજબ ગુન્હો નોંધાયેલ હોય, અન્વયે તા.૦૧/૧૦/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.પપ/ર૦ર૦ થી પાલરા જેલ, ભુજ હવાલે કરવા હુકમ કરેલ છે.રાધાબેન વા/ઓ વીનુભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ.૪૦  રહે.નવાગામ પ્લોટ વિસ્તાર,ગારીયાધાર જી.ભાવનગર જે દારૂના ગેરકાયદેસર ધંધામાં ર૭ જેટલી એફઆઈઆર દાખલ થયેલ હોવાથી તેમજ અમરેલી જિલ્લામાં તેની સામે દારૂ અંગેના પ (પાંચ) કેસો નોંધાયેલ હોવાથી પ્રોહીબીશન બુટલેગર તરીકે તા.૦૧/૧૦/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.પ૪/ર૦ર૦ થી નડીયાદ  જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

Follow Me:

Related Posts