fbpx
અમરેલી

જાફરાબાદમાં પાલિકાનાં શાસકો દ્વારા ‘‘નાસ્‍તા ગાર્ડન”નું ભૂમિપૂજન

જાફરાબાદ નગરપાલિકા બગીચા પાસેના ત્રિકોણ સર્કલ પાસે શહેરનાં લોકોને એક જ સ્‍થળે ખાણી-પીણી મળી રહે તે હેતુથી  સ્‍નેકસ ગાર્ડન (નાસ્‍તા ગાર્ડન)નું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. સાથે સર્વ સમાજને ઉપયોગ ટાઉનહોલમાં જગ્‍યાની ઉણપ હોય તેથી લગ્નને અનુરૂપ મેરેજ હોલ બનાવવામાં આવશે તેનું ખાતમુર્હુત પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અઘ્‍યક્ષ સ્‍થાને કોળી સમાજ ગુજરાતનાં પ્રમુખ હિરાભાઈ સોલંકી સાથે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન સરમણભાઈ બારૈયા, કોળી સમાજના પટેલ સરમણભાઈ બારૈયા, પાલભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ, ખારવા સમાજના આગેવાન ભગુભાઈ સોલંકી, નગરપાલિકા ચેરમેન નારણભાઈબાંભણીયા, બોટ એસોસીએશન પ્રમુખ કનૈયાલાલ, મુસ્‍લિમ સમાજના આગેવાનો અદુભાઈ, ઉપપ્રમુખ કબીરભાઈ, ભાડેલા સમાજનાં સિદુભાઈ, આરૂનભાઈ, વેપારી મંડળના હર્ષદદાદા, જયેશભાઈ, અશોકભાઈ, કનાભાઈ, નગરપાલિકા સદસ્‍યો હમીરભાઈ સોલંકી, કમલેશભાઈ, દિલીપભાઈ, પાંચા પટેલ, વિનાભાઈ, સંજયભાઈ, મહિલા આગેવાન નાનીબેન, હસીનાબેન સાથે સર્વ સમાજના આગેવાનો, નગરપાલિકાનાં સદસ્‍યો સાથે ચિફ ઓફિસર ચારૂબેન મોરી, સિવિલ ડિપાર્ટમેન્‍ટનાં મકવાણા ઉપસ્‍થિત રહૃાા હતા.

Follow Me:

Related Posts