fbpx
અમરેલી

બગસરાની 108ની ટીમે અંતરિયાળ વિસ્‍તારમાં સેવા પુરી પાડી

બગસરા 108 એમ્‍બ્‍યુલન્‍સને ધારી તાલુકામાં આવેલા અને બગસરાથી 18 કિલોમીટર દુર અંતરિયાળ ગીર વિસ્‍તારમાં આવેલા ભાડ ગામનો એક ઇમરજન્‍સી કેશ મળ્‍યો હતો. કેશ મળતાની સાથે બગસરા લોકેશન પર કાર્યરત 108ના કર્મચારીઓ ઈ.એમ.ટી. બિપીન ખેતરીયા અને પાયલોટ ઉપેન્‍દ્ર વેગડા ભાડ ગામ જવા તુરંત 108 સાથે રવાના થઈ ગયા હતા પરંતુ ભાડ ગામથી 3 કિલોમીટર અંદર વાડી વિસ્‍તારોમાં દર્દી હતું અને તે વિસ્‍તાર જંગલ વિસ્‍તાર હોવાથી ત્‍યાં 108 એમ્‍બ્‍યુલન્‍સ જઈ શકે તેમ ન હતી તેમ છતાં પણ પાઇલોટની સૂજબુજથી બે કિલોમીટર સુધી એમ્‍બ્‍યુલન્‍સ અંદર લઈ ગયા ત્‍યાર બાદ ત્‍યાં થી જરા પણ એમ્‍બ્‍યુલન્‍સ જઈ શકે તેમ ન હતી તેથી એક કિલોમીટર સુધી108ના કર્મચારીઓ ડિલિવરી કીટ અને સ્‍પાઈન બોર્ડ સાથે લઈ ચાલીને દર્દી સુધી પોહોંચ્‍યા ત્‍યાર બાદ સ્‍થળ પર પહોચતા માલૂમ પડે છે કે એક મહિલા પ્રસુતિની પીડાથી રિબાઈ રહી છે અને મેડિકલ લેન્‍ગવેજમાં કહીએ તો ક્રાઉનીંગ પોઝિશનમાં બાળક હતું અને પ્રથમ ડિલિવરી હતી જેથી જરા પણ રિસ્‍ક લીધા વગર 108ના કર્મચરીઓ દ્વારા સ્‍પાઈન બોર્ડ પર પ્રસૂતાને સુવડાવી અને હેડ બ્‍લોક દ્વારા સારી રીતે અને મજબૂત કવર કરીને પ્રસૂતાને એક કિલોમીટરના અંતરિયાળ વાડી વિસ્‍તારમાંથી દર્દીના સગાની મદદ લઈ સ્‍પાઈન બોર્ડ પર ઉપાડીને ચાલીને 108 સુઘી લવાયા હતા અને ત્‍યાર બાદ 108ના ઉપરી ડોકટરની સૂચના મુજબ 10 ત્‍ચ્‍ળિ?ય્‍દ્ય ઓકિસજન અને લેફટ લેટરલ પોઝિશન પર રાખીને ઈ.એમ.ટી. અને પાઇલોટની સતર્કતાની સાથે જલ્‍દીથી ધારી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા અને દર્દીના સગા વાહલા દ્વારા 108ના કર્મચાીઓને હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો. આમ, 108 અને 108ના કર્મચારીઓ દ્વારા અંતરિયાળ જંગલ વિસ્‍તારમાં પણ દર્દી માટે ગમે તેવી આકરી પરિસ્‍થિતિમાં પણ 108ની સેવા ર4 કલાક અને 7 એ દિવસ   મળી રહે છે.

Follow Me:

Related Posts