fbpx
અમરેલી

ભેરાઈ અને દેવપરાનાં દર્દીઓ માટે એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા શરૂ

રાજુલાના ભેરાઈ ગામે રામક્રિષ્‍ના ફાઉન્‍ડેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ ભેરાઈ દ્વારા આજે બલાડ માતાના મંદિરે યુવાનોની હાજરીમાં ભેરાઈ તથા દેવપરા વિસ્‍તારના લોકોને રાજુલા તથા મહુવા માટે ઈમરજન્‍સીમાં દવાખાને પહોંચાડવા માટે આજે એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. ભેરાઈ તથા દેવપરા વિસ્‍તારના સર્વે સમાજના લોકોને ભભમાનવ સેવા એજ પ્રભુ સેવાભભનાસૂત્રને સાર્થક કરવાના ઉમદા આશયથી સાવજભાઈ રામભાઈ રામ તથા ભાણાભાઈ અમરાભાઈ રામ તથા સમગ્ર રામક્રિષ્‍ના ફાઉન્‍ડેશનના યુવાનો દ્વારા લોકોની અને દર્દીઓની સેવા આશયથી ઈમરજન્‍સી માટે ર4 કલાક સેવા મળી રહે તે માટે મો. નં. 99130 7પ048, મો. 99131 7પ048, તથા મો. 9913ર 7પ048 પર સંપર્ક સાધવા માટે સાવજભાઈ રામની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts