fbpx
અમરેલી

લાઠી નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે તા.૨: ઓક્ટોબરથી શહેરમાં સ્વચ્છતા અભિયાનનું લાઠીના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ શંકરના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો.

અમરેલી જિલ્લાનાં લાઠીમાં તા.૨-૧૦-૨૦ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલીકા તંત્ર દ્વારા સફાઇ અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને શહેરના તમામ વિસ્તારોમાં અને શહેર ફરતા કોઈપણ જગ્યાએ કચરો કે ઘાંસ હોય તમામ ગંદકી સાફ થઈ જાય ત્યાં સુધી આ મિશન ચાલુ રહેશે તેમ પાલીકા તંત્ર દ્વારા જણાવેલ હતું.
       સફાઈ અભિયાન અંતર્ગત દિપ પ્રાગટય માટે લાઠીના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ શંકર આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ચીફ ઓફિસર શ્રી વિંઝુડા, એન્જિનિયર ભરતભાઈ ભટ્ટતેમજ લાઠી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ નાંઢા, પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી મહેશભાઈ કોટડીયા પાલીકા કારોબારી સમિતના ચેરમેન અને સદસ્યોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
          લાઠી પાલીકામા હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહીલા છે સાથે ૧૦ મહિલા સદસ્યો છે પરંતુ એકપણ મહિલા આ કાયૅક્રમમા ઉપસ્થિતિ રહ્યા ન હતા સરકાર એક તરફ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ એકપણ મહિલા સદસ્ય કાયૅમા સક્ષમ ન હોય તો ટીકીટ શા માટે આપે છે તે મહત્વનું છે.

Follow Me:

Related Posts