fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકએ વ્યાજખોર ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

. વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામનો વ્યાજખોર ઇસમ પાસા તળે જેલમાં ધકેલાયા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે , જેમાં જુગારનો | અડ્ડો ચલાવતા ઇસમો , સાયબરનો ગુનો કરનાર ઇસમો , જાતીય સતામણી સબંધી ગુના કરતા ઇસમો વિરૂધ્ધ પાસા તળે કાર્યવાહી કરવા વટહુકમ બહાર પાડવામાં આવેલ છે . જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે મજબુરીના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે , જેનો ફાયદો ઉઠાવી , વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે , અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત , ગેરકાયદેર રીતે , ધાક ધમકી આપી , ડરાવી , ધમકાવી , પડાવી લેતા હોય છે . પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડર , બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી , કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી , અને વ્યાજંકવાદીઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતાં હોય છે . અમરેલી પોલીસ અધિક્ષક . નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલ ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , તે માટે પાસાના કાયદામાં આવેલ સુધારા મુજબ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લાના વ્યાજખોર ઇસમ વાઘજીભાઇ મુળુભાઇ ડવ , ઉ.વ .૨૯ , રહે.મોટી કુંકાવાવ , જુની પોસ્ટ ઓફીસ પાસે તા.વડીયા જી.અમરેલી વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપેલ . આવા વ્યાજખોર ઇસમની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક સાહેબનાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના મુજબ એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ઇસમને પાસા વોરંટની બજવણી કરી , પાલરા સ્પેશ્યલ જેલ , ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે . ક વ્યાજખોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ ગુન્હાઓઃ મજકુર વાઘજીભાઇ મુળુભાઇ ડવ રહે . મોટી કુંકાવાવ , જુની પોસ્ટ ઓફીસ પાસે તા.વડીયા જી.અમરેલી ના વિરૂધ્ધ વડીયા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૦૦૫૭૪ / ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૫૦૬ ( ૧ ) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦ , ૪૨ મુજબનો ગુન્હો રજી . થયેલ છે . આવા વ્યાજખોર ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી , ઉંચા વ્યાજે ગેરકાયદેસર નાણા ધીરધારની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે 

Follow Me:

Related Posts