fbpx
અમરેલી

ભાવનાબેન ગોંડલીયાના આગેવાનીમાં ગાંધી જયંતી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

વાલ્મિકી સમાજ તેમજ દલિત સમાજની મહિલાઓ ને પહેરાવી ખાદીના રૂમાલ અને માસ્ક વિતરણ કરાયા મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રી ને સુતર ની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ સાથે ખાદીની ખરીદી તેમજ મહિલાઓના સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અમરેલીના ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી તેમજ દીદી ની ડેલી ના માધ્યમથી સમાજસેવાની અહેલાદ જગાવી રહેલા ભાવનાબેન ગોંડલીયા ની આગેવાનીમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી તેમજ જય જવાન જય કિસાન નો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંનેએ મહાપુરુષોને સુતરની આંટી પહેરાવી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે વાલ્મિકી સમાજ તેમજ દલિત સમાજની મહિલાઓને સુતર ની આટી ,ખાદીનો રૂમાલ તેમજ ખાદીના માસ્ક આપી  સન્માનિત કરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે આત્મનિર્ભર ભારત નારા સાથે ખાદીની ખરીદી કરી હતી .આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, નિકુબેન પંડ્યા, ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયા બેન શેઠ, રેખાબેન પરમાર, શહેર ભાજપના મંત્રી નિકીતાબેન મહેતા ,ભૂમિબેન વડોદરા રાષ્ટ્રશક્તિ એકતા મંચના એરિકા બેન વાળા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

Follow Me:

Related Posts