fbpx
અમરેલી

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

ગાંધી જયંતિની ઉજવણી ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.માધ્યમિક શાળા અમરેલીના ઉપક્રમે ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ તથા લાલ બહાદુરશાસ્ત્રીની ૧૧૬ મી જન્મ જયંતિને સાદાઈથી ઉજવવામાં આવી હતી . ગાંધીજીની પ્રતિમાને ફુલ અર્પીને તેમના જીવન ઝરમરને યાદ કરવામાં આવ્યું હતું . ગાંધીજીના જન્મદિવસે કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની ગાંધીજીની ભાવનાને સાકારિત કરવામાં હતી . આ તકે સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા . કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોય છે . તો પણ શાળાના હાજર કર્મચારીઓએ વૃક્ષારોપણ તથા ગાંધીજીની પ્રતિમાને ફુલ અર્પિત કરી સાદાઈથી જન્મ દિવસ ઉજવ્યો હતો . સને તેમના જીવનમાંથી સાદાઈ , સ્વચ્છતા અને કુદરતી જીવન તેમજ ઉચ્ચ વિચારોની પ્રેરણા લઈને સાંપ્રત સમયમાં આ વિચારોને આત્મસાત કરવાની આત્યંતિક જરૂરિયાત છે .

Follow Me:

Related Posts