fbpx
અમરેલી

ઇ ગ્રામ વી.સી.ઈ. ના પ્રશ્નોનું નિવારણ લાવવા બાબત રજૂઆત કરતાં વીરજી ભાઈ ઠૂમ્મર

ઇ – ગ્રામ વી.સી.ઈ. ના પ્રશ્નોનું નિવારણ લાવવા બાબત . સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે , ગુજરાત સરકારની ઇ – ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વી.સી.ઈ. છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમીશન પર કામ કરે છે . જેથી વી.સી.ઈ. મંડળ દ્વારા વી.સી.ઇ.ના હિતમાં વીમા કવચનો લાભ આપવા , કમીશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નકકી કરવા તેમજ અગાઉનું પીએમ કિસાન , કૃષિ સહાય , જન્મ – મરણ વિ . એન્ટ્રીનું તાત્કાલીક યુકવણૂ કરવા માંગણી કરેલ છે . આ બાબતે મંડળ દ્વારા સરકારશ્રીમાં અવાર – નવાર રજુઆત કરવા છતાં તેઓની માંગણીનું નિરાકરણ કરવામાં આવેલ નથી . તેથી તમામ વી.સી.ઈ. મિત્રો દ્વારા તેઓની માંગણીનું તાત્કાલીક નિવારણ નહી લાવવામાં આવે તો તા .૦૧ / ૧૦ / ૨૦૨૦ થી શરૂ થનાર કૃષિ સહય તેમજ મગફળી ખરીદી ની કામગીરીથી તમામ વી.સી.ઈ. સભ્યો દૂર રહેશે અને જો તેમ થશે તો આ તમામ કામગીરી તલાટી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને કરવાની થશે તેવી સંભાવના છે જેના કારણે તલાટી અને શિક્ષકો ઉપર કામ ભારણ અને જવાબદારી વધશે . આમ , ઉપરોકત બાબતને ધ્યાને રાખી વી.સી.ઈ. મંડળની માંગણીઓ સંતોષવા આપશ્રીને આ પત્રથી રજુઆત કરી રહ્યો છું .

Follow Me:

Related Posts