fbpx
અમરેલી

અમરેલી ની સંસ્થા દીદી ની ડેલી દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી એ ખાદી વસ્ત્ર નહિ વિચાર બનાવો નો સંદેશ

અમરેલી ની સંસ્થા  દીદી ની ડેલી દ્વારા મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની અનોખી ઉજવણી કરાય અમરેલીના ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી તેમજ દીદી ની ડેલી ના માધ્યમથી સમાજસેવાની અહેલાદ જગાવી રહેલા ભાવનાબેન ગોંડલીયા ની આગેવાનીમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી તેમજ જય જવાન જય કિસાન નો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંનેએ મહાપુરુષોને સુતરની આંટી પહેરાવી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે વાલ્મિકી સમાજ તેમજ દલિત સમાજની મહિલાઓને સુતર ની આટી ,ખાદીનો રૂમાલ તેમજ ખાદીના માસ્ક આપી  સન્માનિત કરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે આત્મનિર્ભર ભારત નારા સાથે ખાદીની ખરીદી કરી હતી .ખાદી એક વસ્ત્ર નહિ વિચાર બનાવો નો સંદેશ આપતા ભાવનાબેન ગોંડલીયા  ઘર આંગણે રોજગારી આપતી ખાદી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપે તેવા ઉદેશ સાથે ખાદી ખરીદી હતી આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, નિકુબેન પંડ્યા, ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયા બેન શેઠ, રેખાબેન પરમાર, શહેર ભાજપના મંત્રી નિકીતાબેન મહેતા ,ભૂમિબેન વડોદરા રાષ્ટ્રશક્તિ એકતા મંચના એરિકા બેન વાળા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

Follow Me:

Related Posts