fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા વિદ્યાસભામાં ગાંધી જયંતીની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા અમરેલીનાં ઉપક્રમે ગાંધીજીની 1પ1મી જન્‍મ જયંતી તથા લાલ બહાદુરશાસ્‍ત્રીની 116મી જન્‍મ જયંતીને સાદાઈથી ઉજવવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પીને તેમના જીવન ઝરમરને યાદ કરવામાં આવ્‍યું હતું. ગાંધીજીના જન્‍મદિવસે કેમ્‍પસમાં વૃક્ષારોપણ કરી પાર્યવરણ પ્રત્‍યેની ગાંધીજીની ભાવનાને સાકારિત કરવામાં આવી હતી. આ તકે સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ તથા સ્‍ટાફગણ હાજર રહૃાા હતા. કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોય છે તો પણ શાળાના હાજર કર્મચારીઓએ વૃક્ષારોપણ તથા ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પિત કરી સાદાઈથી જન્‍મ દિવસ ઉજવ્‍યો હતો. સૌને તેમના જીવનમાંથી સાદાઈ, સ્‍વચ્‍છતા અને કુદરતી જીવન તેમજ ઉચ્‍ચ વિચારોની પ્રેરણા લઈને સાંપ્રત સંમયમાં આ વિચારોને આત્‍મસાત કરવાની આત્‍યંતિક જરૂરીયાત છે.

Follow Me:

Related Posts