fbpx
અમરેલી

બાબરામાં શહેર ભાજપ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ખાદીનાં વસ્‍ત્રોની ખરીદી

બાબરામાં શહેર ભાજપ પરિવાર દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અહીં શહેરમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ખાતે ભાજપના આગેવાનો દ્વારા પૂજય મહાત્‍મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તમામ ભાજપના આગેવાનો દ્વારા ખાદીના વસ્‍ત્રોની ખરીદી કરવામાં આવી હતી. માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહામંત્રી વસંતભાઈ તેરૈયા, બીપીનભાઈ રાદડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, જિલ્‍લા અનુસૂચિત મોરચાના મહામંત્રી સોમાભાઈ બગડા, રસિકભાઈ ગોજારીયા, દેવશીભાઈ મારૂ, દિનેશભાઈ ટાંક, રમેશભાઈ તેરૈયા, જગદીશભાઈ વાવડીયા, અનિલભાઈ ચૌહાણ સહિતના શહેર ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts