fbpx
અમરેલી

ધારી પેટા ચૂંટણીના અનુસંધાને વિવિધ ટીમના કર્મીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

અમરેલીની ધારી વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તારીખ ૦૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તાઃ- ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ થનાર છે. ચૂંટણી મુકત ન્યાયી અને શાંતિપૂર્વક રીતે થાય તે માટે ખર્ચની દેખરેખ માટે ફલાઈંગ સ્કવોડ,સ્ટેટીક સર્વેલન્સ ટીમ વિગેરેની રચના કરવામાં આવેલ છે. તેમાં નાયબ મામલતદાર/સર્કલ ઓફિસરની ઉતરતી કક્ષાના ન હોય તેવા મહેસુલ સંવર્ગના અથવા તેને સમકક્ષ સંવર્ગના અન્ય ખાતાના વર્ગ–૩ ના અધિકારીઓ/કર્મચારીઓને આ કામગીરી માટે નિમણૂંક કરવામાં આવેલ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે ગૃહ વિભાગના જાહેરનામાથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪,૧૨૯ તથા ૧૪૪ ના અધિકારો ફલાઈંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમ આપવા જરૂરી જણાતા આ કાર્યક્ષેત્રમાં નિયુક્ત થયેલ ફલાઈંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમના અધિકારી/કર્મચારીશ્રીઓને આ હુકમ થયા તારીખથી ચુંટણી પુરી થાય ત્યાં સુધીના સમય (તાઃ૧૦/૧૧/૨૦૨૦) ગાળા સુધી ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે સરકારશ્રીએ આપેલા અધિકારો આપવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts