fbpx
અમરેલી

ધારી પેટા ચૂંટણીના અનુસંધાને ફરિયાદ નિવારણ સમિતિની રચના

ધારી પેટા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે હેતુસર તેમની ફરિયાદ હોય તો તેના નિવારણ માટે જિલ્લાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લા ચૂંટણી અધિકારી -વ-કલેકટર શ્રી અમરેલી અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ -વ- જિલ્લા વિકાસ અધિકારી અમરેલી કમિટીમાં કન્વીનર તરીકે તેમજ જિલ્લા તિજોરી અધિકારી શ્રી કમિટિના સભ્ય તરીકે ફરજ બજાવશે.

આ કમિટી દ્વારા પોલીસ ખર્ચ તેમજ ફ્લાઇંગ સ્ક્વોડએ કરેલી જપ્તીના દરેક કેસની તપાસ કરવામાં આવશે. આ કેસમાં કમિટીને જણાય કે જપ્તી સામે કોઈએ ફરિયાદ દાખલ કરી નથી અથવા કાર્યપદ્ધતિ અનુસાર કોઈ પણ ઉમેદવાર તથા રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી ત્યારે તે બાબત નહીં વિગતદર્શક હુકમ કમિટી પસાર કરી રોકડ જપ્ત કરવામાં આવેલ હતી તેવી વ્યક્તિઓને રોકડ છૂટી કરવાના તાત્કાલિક પગલાં લેશે તથા કમિટી તમામ કેસો જોશે અને આ અંગે નિર્ણય કરશે. આ કમિટીના કન્વીનરના ટેલીફોન નંબર સહિત તેમની કામગીરી અંગેનો બહોળો પ્રચાર કરવામાં આવશે. રોકડ છૂટી કરવાને લગતી તમામ માહિતી ખર્ચ દેખરેખ નિયંત્રણ નોડલ અધિકારીએ રોકડ રકમ અને સંબંધ વ્યક્તિઓને કર્યાની વિગતોરજિસ્ટરમાં જાળવવાના રહેશે. આ છુટી કરેલ રોકડ રકમ રૂપિયા ૧૦ લાખ કરતા વધુ હોય તો છૂટી કર્યા પહેલા આવકવેરા અધિકારીને નોડલ અધિકારીને માહિતગાર કરવામાં આવશે

Follow Me:

Related Posts