fbpx
અમરેલી

બાબરામાં તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી કરી ખાદીના વસ્ત્રોની ખરીદી કરી

બાબરામાં તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ ગાંધી જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના અગ્રણીઓ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના ફોટાને ફુલહાર કરી પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ શહેરમાં આવેલ ખાદીભંડાર ખાતે ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી
 આતકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેઠળિયા,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,રાજુભાઇ કનાળા,ચંદુભાઈ સાકરીયા તાલુકા પંચાયત સભ્ય કુલદીપ ભાઈ બસિયા નગરપાલિકા સભ્ય બસિયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts