fbpx
અમરેલી

મતદાન અને મતગણતરીના કેન્દ્રોમાં પત્રકારમિત્રોએ પ્રવેશ માટેના અધિકારપત્રો મેળવવા બાબત

આગામી ધારી વિધાનસભા પેટાચૂંટણીના અનુસંધાને મતદાન અને મતગણતરીના કેન્દ્રોમાં અમરેલી જિલ્લાના પત્રકારમિત્રોએ પ્રવેશ માટેના અધિકારપત્રો મેળવવા ઉપર મુજબના અરજીપત્રકમાં પાસપોર્ટ સાઈઝના ૩ ફોટોગ્રાફ સહિત વ્યક્તિગત રીતે ૩ નકલમાં અરજી કરવાની રહેશે.નીચેની બાબતોનું ધ્યાન રાખવું
૧. પ્રથમ અરજીપત્રકમાં ઉપર બોક્સ મુજબ ત્રણેય ફોટોગ્રાફ સ્ટેપલ કરવા, ચોંટાડવા નહીં. અને અન્ય બે અરજીપત્રકોમાં ફોટોગ્રાફની જરૂર નથી માત્ર વિગતો જ ભરવાની રહેશે.૨. ફોટા પાછળ પત્રકારમિત્રે નામ અવશ્ય લખવું.૩. આ ફોર્મ સાથે એક્રેડિટેશન કાર્ડની નકલ અથવા સંબંધિત સંસ્થાના નિમણુંકપત્ર કે આઈ-કાર્ડની નકલ જોડવી.૪. આધારકાર્ડની નકલ જોડવી.
ઉપરોક્ત તમામ વિગતો જરૂરી ડોક્યુમેન્ટ સહિત મંગળવાર તા. ૬/૧૦/૨૦૨૦ ના બપોરે ૧૨ વાગ્યા પહેલા જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતે જમા કરાવવાની રહેશે.
સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ, અધૂરી વિગતો વાળી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

Follow Me:

Related Posts