fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસઃ કુલ 2188 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સાથે અમરેલી જિલ્લાના 22 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી શહેરમાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો છે. શહેરીજનોને અપીલ કે તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અવશ્ય કરાવી તંત્રને સહકાર આપીએ. રેપીડ ટેસ્ટ કરાવીને પોતાને તથા પરિવારને સુરક્ષિત રાખો. અમરેલી જિલ્લામા કોરોનાને નાથવા વહીવટી તંત્ર દ્વારા નકકર પગલાં ભરવામાં આવ્યા છે. આજે તા. 4 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 6 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા.અમરેલી શહેરના 6 કેસમાં… બટારવાડીના 60 વર્ષીય પુરુષ, ગિરિરાજનગરના 43 વર્ષીય પુરુષ, હઠીલા હનુમાનજી નજીકના 65 વર્ષીય પુરુષ, સહજાનંદ પાર્કના 52 વર્ષીય પુરુષ, ગાંધી સોસાયટીના 53 વર્ષીય પુરુષ, ગાયત્રી સોસાયટી ના 65 વર્ષીય પુરુષ.
સાવરકુંડલાના 3 પોઝિટિવ કેસમાં… જેસર રોડના 59 વર્ષીય મહિલા, શ્રીજીનગરના 84 વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાની 24 વર્ષીય યુવતી.
અમરેલી જિલ્લાના 13 પોઝિટિવ કેસમાં… બગસરાના હાલરીયાના 30 વર્ષીય યુવાન, બગસરા ના જુના વાઘણીયા ના 62 વર્ષીય પુરુષ, બગસરાના બાલાપૂરના 60 વર્ષીય પુરુષ, જાફરાબાદ ના ટીચર સોસાયટીના 32 વર્ષીય પુરુષ
જાફરાબાદના મફત પ્લોટના 32 વર્ષીય પુરુષ, જાફરાબાદના તુર્કી મહોલ્લા ના 39 વર્ષીય પુરુષ,
લાઠીના દામનગરના 62 વર્ષીય મહિલા, ખીજડિયા જંકશનના 80 વર્ષીય વૃદ્ધા, અમરેલીના મોણપુર ના 60 વર્ષીય પુરુષ, અમરેલીના લાલાવદર ના 55 વર્ષીય પુરુષ, ધારીના ચલાલાના 75 વર્ષીય વૃદ્ધ, ફૂંકાવાવના વડીયાના 58 વર્ષીય પુરુષ, ખાંભાના કોટડાના 53 વર્ષીય પુરુષ, આમ આજ તા. 4 ઓક્ટોબરના રોજ અમરેલી શહેરના 6 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2188 પર પહોંચ્યો. આજના દિવસનો પોઝિટિવ કેસનું સ્ટેટ્સ જોઈએ તો…આજના કુલ પોઝિટિવ કેસ 22, સારવાર હેઠળ કુલ દર્દીઓ 268, આજ ના દિવસે ડિસ્ચાર્જ દર્દીઓ 16, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ દર્દીઓ 32, કુલ પોઝિટિવ કેસ 2188.

Follow Me:

Related Posts