fbpx
અમરેલી

રાજુલા સર્વ સમાજ દ્વારા મનીષા કેસ બાબતે આવેદન અપાયું

રાજુલા માં આજે સર્વ સમાજ દ્વારા યુ.પી. ની મનીષા ગેંગ રેપ ની ઘટના ના વિરોધ માં રાજુલા મામલતદાર ને આવેદન અપાયું
આજે સવારે 11 વાગે આંબેડકર ચોક માં સર્વે લોકો એકત્રિત થઈ ને રેલી સ્વરૂપે રાજુલા મામલતદાર ઓફિસે પહોંચેલા જ્યાં રાજુલા ના મામલતદાર ગઢીયા ને આ આવેદન પાઠવેલ જેમા આ આવેદન માં બજરંગ બલી સેના  તેમજ માર્કેટિંગ યાડ ના ડિરેકટર રમેશભાઈ કાતરિયા તેમજ ધનશામભાઈ કાતરિયા.  તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાન રમજાન ભાઈ  કુરેશી. ક્ષત્રિય સમાજના આગેવાન કનુભાઈ ધાખડા . સાધુ સમાજના આગેવાન ભનુભાઈ દુધરેજીયા. બ્રહ્મ સમાજના આગેવાન કિરીટભાઈ પંડ્યા. રબારી સમાજના નાજાભાઇ ખાંભલા.લુહાર સમાજના વિનુભાઈ રામ. તેમજ દલિત સમાજના આગેવાનો કિશોરભાઈ ધાખડા વાલજીભાઈ . દીપકભાઈ . વાલજીભાઈ બાબરીયા જીવરાજ ભાઈ મેવાડા.
તેમજ વાલ્મિકી સમાજના વિજયભાઈ જગદીશભાઈ દિલીપભાઈ તેમજ અને યુવાનો તેમજ કોળી સમાજના બાવચંદ ભાઈ રમેશભાઈ તેમજ દિનેશભાઈ સહિતના વિવિધ આગેવાનો હાજર રહેલા અને આ આવેદનપત્ર રાજુલા મામલતદારને પાઠવેલ

Follow Me:

Related Posts