fbpx
અમરેલી

ગાંધીધામ કચ્છનાં રાપર મુકામે એડવોકેટ દેવજીભાઈ વી.મહેશશ્વરીની સર જાહેર હત્યા બાબતે અમરેલી બાર એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટર અમરેલી મારફત રાજયપાલ ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે

મહેસાહેબ આપ ના દૈનીક પત્રમાં નીચેની બાબત વિના મુલ્ય પ્રસિધ્ધ કરશો . ગાંધીધામ કચ્છનાં રાપર ગામે તા . રપ / ૨૦ નાં રોજ ભર બજારમાં સરા જાહેર એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જે કરપીણ હત્યા કરવામાં આવેલ છે . તેના પડઘા આખા ગુજરાત રાજયનાં પંચોતેર હજાર વકીલોમાં પડેલ છે . અને આ બનાવને અમરેલી બાર એસોસીએશન દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી મહે.રાજયપાલગુજરાત રાજય ગાંધીનગરને વકીલ મંડળ દ્વારા આજરોજ આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવેલ છે કે , ૧. વકીલોને ગુંડાઓથી બચાવવા માટે પ્રોટેકશન એકટ સરકારશ્રી દ્વારા લાવવામાં આવે , ૨. જયારે કોઈ વકીલનું મર્ડેર થાય તેનાં આશ્રીતોને પચાસ લાખ વળતર આપવામાં આવે , ૩. દેવજીભાઈ મહેશશ્વરીના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી તપાસ કરી સ્પે.પ્રોસીકયુશન તરફે સારા વકીલની નીમણુંક કરી આરોપીઓને સખત સજા કરાવવા બાર એસો.ના પ્રમુખ એન.વી.ગીડા તથા હિરેન્દ્રસીંહ વાળા , રીપલભાઈ હેલેયા , નવચેતનભાઈ પરમાર , આર.એસ.ખીમસુરીયા , પી.પી.દાફડા તથા વકીલ મંડળના તમામ હોદેદારો આવેદન પત્ર આપી ઉપરોકત માંગણીઓ સબંધે સરકારશ્રીનું ધ્યાન દોરવા વકીલ મંડળની અખબારી યાદી જણાવે છે .વિષય : ગાંધીધામ કચ્છ ( રાપર ) મુકામે એડવોકેટ દેવજીભાઈ વી.મહેશ્વરીના ખુન કેસ અંગે તટસ્થ ન્યાયીક તપાસ કરી કાયમી ધોરણે એડવોકેટઓને પ્રોટેકશન તથા વળતર અંગે નવો કાયદો લાવવા અંગે . મહે.સાહેબ સવિનય જણાવવાનુ કે તાજેતરમાં એડવોકેટ દેવજીભાઈ વી.મહેશ્વરીનું અસામાજીક તત્વો દ્વારા જાહેરમાં ખુન કરવામાં આવ્યુ છે . જે એક ધારાશાસ્ત્રી છે , ને એક ધારાશાસ્ત્રીની સરાજાહેર કરપીણ હત્યા કરવામાં આવી છે.જે અંગે ગુજરાત રાજય તેમજ દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.ત્યારે અમરેલી વકીલમંડળ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.અને આ અપરાધીઓને તાકીદે કાયદાનું ભાન કરાવી સપ્તમાં સખ્ત સજા થાય તેવી માંગણી કરે છે . હાલનાં આ બનાવ અંગે કોઈ પક્ષાપક્ષીમાં પડયા વગર ન્યાયીક તપાસ થવી જોઈએ અને કોઈ અસામાજીક તત્વોની કોઈ જાતી હોતી નથી.જેઓ સમાજ માટે કંલકરૂપ હોય તેવા તત્વોને ઝેર કરવા જોઈએ . અગાઉ ગુજરાતમાં છાશવારે અસામાજીક તત્વો દ્વારા ધારાશાસ્ત્રીઓને ગુંડા તત્વો દ્રારા ધાકધમકીઓ હુમલાઓ તથા મટૅરો થયેલા છે . તેવા સંજોગોને ધ્યાને લઈ રાજય સરકારે ગુજરાત રાજયના ધારાશાસ્ત્રીઓ માટે એક નવો કાયદો લાવી કાયમી ધારાશાસ્ત્રીઓના પ્રોટેકશન અંગે તાકીદની અસરથી વિધાનસભામાં બિલ લાવી કાયદો લાવવો જોઈએ .તેમજ ગુજરાત રાજયમાં કોઈ આવા અસામાજીક તત્વોના ભોગ ધારાશાસ્ત્રીઓ બને અને જેઓની હત્યા થાય ત્યારે ગુજરાત સરકારે સંવેદના દાખવી ગુજરનારનાં આશ્રીતોને સામાન્ય રીતે રૂ / .૫૦,૦૦,૦૦૦ / -નું વળતર આપવું જોઈએ . હાલના બનાવ અંગે રાજય ને દેશમાં જેના પ્રત્યાઘાતો પડેલા છે.ત્યારે રાજય સરકારે ગંભીરતાથી નોંધ લઈ ધારાશાસ્ત્રીઓનાં હિતમાં કાયદો લાવવો અતિ આવશ્યક છે . અને તે શરૂઆત ગુજરાત રાજયથી પહેલ કરવી જોઈએ તેવી માંગણી અમરેલી વકીલમંડળ કરે છે.અને હાલના બનાવમાં સંડોવાયેલ તમામ અપરાધીઓને સખ્તમાં સખ્ત સજા થાય તેવા પ્રયત્નો કરી રાજય સકરારે એક મિસાલ બેસાડવી જોઈએ જેથી ઉના કાંડ જેવા બનાવો ફરીથી ના બને અને ફરીથી દેવજીભાઈ વી.મહેશ્વરી જેવા હોનહાર ધારાશાસ્ત્રીની જે કરપીણ હત્યા થઈ છે.તેનું પુનરાવર્તન ન થાય તે અંગે યોગ્ય ન્યાયીક પગલા લેવા અમોની માંગણી છે 

Follow Me:

Related Posts