fbpx
અમરેલી

દેશના સૌથી મોટા રાજ્ય યુ.પી. મા યોગી રાજ મા “બેટી બચાવો, બેટી પઢાઓ” સૂત્ર ના ચીથરે હાલ : ધારાસભ્ય ઠુમ્મર

બળાત્કારો,હત્યારાઓ ને સરકાર નું સમર્થન હોય તેવી કાનૂન વ્યવસ્થા યોગી રાજ મા. બેટી બચાવો” પણ કોના થી:
ધારાસભ્ય ઠુમ્મર લાઠી બાબરા
    .. દેશમાં “બેટી પઢાવો બેટી બચાવો”નો નારો ગજાવતા, ભાજપની ઉત્તર પ્રદેશની ભગવાધારી યોગી સરકારના રાજમાં હાથરસની થયેલી સામૂહિક બળાત્કારની ઘટનાએ દેશભરની પ્રજામાં ભારે આક્રોશ ફેલાવી દીધો છે. અને મોટો હોબાળો મચી ગયો છે. સરકાર અને પોલીસની કાર્ય પદ્ધતિ તથા હાથરસના જોઈન્ટ મેજીસ્ટ્રેટે કરેલી કાર્યવાહીને લઇને આકરા પ્રત્યાઘાતો પડયા છે.
      તેમાં પણ પોલીસે મશહુર એઈમ્સ બદલીને તેની સામે આવેલ હોસ્પિટલમાં  દાખલ કરાવી.( હોસ્પિટલો બદલી) તેના પરિવારજનોને મળવા ન દીધા, અને પિડિતાના મૃત્યુ બાદ પિડીતાના ગામમાં તેના પરિવાર જનોની ગેરહાજરી માં રાતોરાત પોલીસે અગ્નિદાહ  કરી નાખ્યો.. તેના કારણે સમગ્ર યુપી તો ઠીક પરંતુ દેશભરમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.*
        પિડીતાની અંતિમ વિધિ તેના પરિવાર જનોને કરવા ન દીધી, કે હાજર પણ ન રહેવા દીધા. જેનો વિડીઓ સોશ્યલ મિડીયા માં વાયરલ થયા છે. ભારતમાં હિંદુ રીતી રીવાજ પ્રમાણે મૃતક સ્ત્રીધનને  રાત્રે અગ્નિ દાહ આપવામાં નથી આવતો. માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમા દિવસ દરમિયાન જ અગ્નિદાહ અપાય છે.  પીડિતાના માતા-પિતાના જાહેર નિવેદન અનુસાર મૃતક પિડીતાની હળદર વિધી સહિતની વિધી ન કરવા દીધી.
            આ કારણે લોકોમા આક્રોશમાં વધારો થયો છે.  અંતિમવિધિ ખોટા સમયે, ખોટી રીતે પરિવાર જનો ગામમાં હાજર હોવા છતાં તેઓને દૂર રાખીને કોઈ પણ વિધિ કર્યા વિના પોલીસો દ્વારા અગ્નિદાહ  કરી દેવામાં આવ્યો. જો કે મોદીએ ગઇકાલે ગુનેગારો સામે યોગીને આકરા પગલા લેવા કહ્યું પરંતુ મોડું થઈ ગયું…* શ્રી ઠુંમર
        ફરી બળતામાં ઘી હોમાયું બલરામપુરના ગૈસડી વિસ્તારમાં નોકરી પરથી સાંજના ધરે પરત આવી રહેલી 22 વર્ષિય દલીત યુવતીનું અપહરણ કરી  યુવતી પર પાશવી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો.. જે પિડીત યુવતી  જેમ તેમ કરી રીક્ષામાં ઘરે પહોચી ત્યારે તેની હાલત ઘણી ખરાબ હતી, જેથી તેના માતા- પિતા તાત્કાલીક પિડીતાને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું.
  .  પીડિતાના પિતાએ સામૂહિક બળાત્કાર થવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી છે.પોલીસે આ બળાત્કારી ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરી છે…..બલરામપુરની આ  બીજી બળાત્કારી ઘટના પછી લોકો વધુ ભડકી ગયા અને લોકો આક્રોશ સાથે સવાલૉ, ચર્ચા કરી રહ્યા છે યુપીમા યોગીનુ રાજ છે, બળાત્કારીઓનુ કે પછી ગુનાઓનું જંગલ રાજ…..? યોગીના રાજમા મહિલાઓ સલામત નથી. હવે મુખ્ય મંત્રી પદ છોડીને યોગી આદિત્યનાથે  મઠમાં જતાં રહેવું જોઈએ.*
    રાજ્ય ચલાવવાની તેમનામાં આવડત નથી. મોદીજીએ તેમનુ રાજીનામું લઇ ને કોઈ સારા  અનુભવીને મુખ્યમંત્રી પર બેસાડવા જોઈએ.યોગી મુખ્ય મંત્રી બન્યા પછી યુપીમા  જ્ઞાતિવાદ, જાતિવાદ અને વ્હાલા દવલા નીતિ અનુસાર કામગીરી કે કાર્યવાહી  ચાલતી રહીછે.          .
        પોલીસ ની અને હાથરસના જોઈન્ટ મેજીસ્ટ્રેટને તાત્કાલિક બરતરફ કરી ઊંડી તપાસ કરવી જોઈએ તેવી લાગણી દેશમાં ઉદભવવા પામી છે.  તેમાં  બલરામપુરમા એક નવી સામુહિક બળાત્કારની ઘટનામાં 22 વર્ષિય યુવતી મોતને ભેટી તેને લોકોના આક્રોશમાં વધારો કર્યો છે. અને આંતરિક સવાલો કરે છે કે ભાજપ નું સુત્ર “બેટી બચાવો” નથી રહ્યું પણ હકીકત “બેટી છુપાવો”નુ બની ગયું છે કે શું….?
        સત્તા બચાવવા આવા બનાવોમા લોકોનુ ધ્યાન મૂળ પ્રશ્નોથી હટાવવા થઈ રહ્યું છે, કે શું….? ભાજપને  મહિલાઓ પ્રત્યે લાગણી હોય તો યોગીને મુખ્યમંત્રી પદેથી હટાવે..અને આવા સમયે ભાજપના મહામંત્રી વિજય વર્ગીયે  બળાત્કાર પિડીતા બાબતેના ભોપાલમાં પત્રકારોના  પ્રશ્ને કહ્યું કે યુપીમાં યોગી આદિત્યનાથ મુખ્યપ્રધાન છે.
        *યોગી શાસનમાં ગાડી પલ્ટી જાય છે… તેમનો ઇશારો ગેગસ્ટર દૂબેની ગાડી પલટી અને એન્કાઉન્ટર થયું તે હોઈ શકે ત્યારે લોકો માટે આજમગઢ, બુલંદ શહેર, બાગપતની બળાત્કારી ઘટનાઓમાં હાથરસ અને બલરામપુરનો ઉમેરો થયો છે.. ત્યારે બળાત્કારોની હરોળમાં હવે આવા બીજા શહેરો અને ગામોના નામો ઉમેરાશે તેવી દહેશત ભરી શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે..!*
      “બેટી બચાવો”પણ કોનાથી..? ભાજપ શાસકો થી કે ભાજપના ગુંડાઓથી..? ખરેખર યુ.પી.મા ભારતીય જનતા પાર્ટી ને “બળાત્કારી જનતા પાર્ટી”કરી નાખ્યું છે..કાયદો ને વ્યવસ્થા ગુન્હેગારો ના ઘેર પાણી ભરતાં હોય તેવી ચિથરે હાલ વ્યવસ્થા બની ચૂકી છે…પણ ગુજરાત યુ.પી.ની હરીફાઈ કરી રહ્યું હોય તેવું લાગે છે….
        રામ નો અયોધ્યા મંદિરમાં પ્રવેશ થાય તે પહેલાં રાવણનો રાફડો ફાટયો છે..રોજ સીતા ના અપહરણ થઈ ને પીંખાઇ છે..શાસકો…શરમ…કરો…!!!!* વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય લાઠી બાબરા

Follow Me:

Related Posts