fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ મોરચાના હાથ રસમાં ગુનામાં સંડોવાયેલા અપરાધીઓને કડકમાં કડક સજા મળે તે માટેની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યુ

તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથ રસમાં કુમારી મનીષા વાલ્મિકી નું સરાજાહેર અપહરણ કરી ગેંગરેપ કરી તેની જીભ કાપી ને કરોડરજ્જુ તોડીને ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરનારા તેમજ અનુસૂચિત જાતિ સમાજ ની દીકરી સાથે ઘટેલી આ બર્બરતા પૂર્ણ  ઘટના બાદ તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. દાખલ  ન કરનાર પોલીસ અધિકારીઓ અને પ્રશાસન દ્વારા રાત્રી ના 2 વાગ્યે ભોગ બનનાર ના પરિવાર ની જાણ બહાર અંતિમ સંસ્કાર કરવા માં આવ્યા હતા.                                                            આ બર્બરતાપૂર્ણ ઘટનામાં  ઉત્તર પ્રદેશ સરકાર નું તાનાશાહી વલણ થી ઉત્તરપ્રદેશ માં કાયદો અને વ્યવસ્થા બિલકૂલ ભાંગી પડ્યા હોય એવું લાગે છે આ  ઘટનાના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ મોરચા  દ્વારા  ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ને જિલ્લા કલેકટર શ્રી અમરેલી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું આ આવેદનપત્ર દ્વારા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને પદભ્રષ્ટ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા અને પીડિતાના પરિવારને પૂરતું રક્ષણ આપવા તથા આ ગુનામાં સંડોવાયેલા અપરાધીઓને કડકમાં કડક સજા મળે તે માટેની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.  .                                                                .  .              આ કાર્યક્રમમાં જિલ્લા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ મોરચાના હસુભાઈ બગડા અશોકભાઈ ચાવડા હિરેનભાઈ ટીમાણીયા લાલજીભાઈ વાળોદરા , ધર્મેશભાઈ ગલિયલ અને પીન્ટુભાઇ ટીમાણિયાંઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts