fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાંથી રર7 નશો કરેલ તથા 47 દારૂની હેરફેરનાં કેસ નોંધાયા

અમરેલી જિલ્‍લામાંથી રર7 નશો કરેલ તથા 47 દારૂની હેરફેરનાં કેસ નોંધાયા નશો કરવાની કુટેવ ધરાવતા શખ્‍સોમાં ફફડાટ અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સૂચનાથી સોમવારે અમરેલી જિલ્‍લામાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી નશો કરેલી હાલતમાં રખડતા રર7 ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે દેશી દારૂની હેરફેર કરી અથવા તો પોતાના કબ્‍જામાં દેશી દારૂ રાખનારા 47 લોકોને પણ પોલીસે શોધી કાઢી આવા તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્‍લા પોલીસ વડા દ્વારા દારૂના દૂષણ સામે કડક હાથે કામ લેવાની સૂચના આપવામાં આવતા નશો કરવાની અથવા તો દારૂની હેરફેર કરતા શખ્‍સમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ અમરેલી જિલ્‍લામાં વધુ કડક ચેકીંગ હાથ ધરી દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્‍સો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

Follow Me:

Related Posts