fbpx
અમરેલી

પાણી માટે થયેલ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો

અમરેલીનાં સાવરકુંડલા માર્ગ પરની ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પ બિસ્‍માર બન્‍યા બેદરકારી : પાણી માટે થયેલ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો જનતાનાં પરસેવાનાં કરોડો રૂપિયાનાં ખર્ચે ટેન્‍ક અને સમ્‍પ તો બનાવાયા પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી પાંચ વર્ષથી બાંધકામ પૂર્ણ થયું છતાં પણ ઉપયોગ શરૂ ન થતાં ટેન્‍ક અને સમ્‍પમાં તિરાડ પડી ગઈ ર00 મીટર દૂરથી પસાર થતી મહિ યોજનામાં કનેકશન આપવામાં વર્ષો પસાર થઈ રહૃાાં છે અમરેલીનાં પાલિકાનાં શાસકોનાં પાપે પીવાનાં પાણી માટે થયેલ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જવાની નોબત આવી હોય પ્રાદેશિક પાલિકા કમિશનરે આ ઘટના અંગે તટસ્‍થ તપાસ કરીને કસુરવાનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે. ગંભીર બેદરકારીની વિગત એવા પ્રકારની છે કે, અમરેલી શહેરને નિયમિત પાણી મળી રહે તે માટે પાલિકા ઘ્‍વારા શહેરનાં જુદા-જુદા વિસ્‍તારોમાં ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પ બનાવવામાં આવી રહૃાાં છે. જે અંતર્ગત શહેરનાં સાવરકુંડલા માર્ગ પર બાયપાસ માર્ગ નજીક કરોડો રૂપિયાનાં ખર્ચે ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પ બનાવવામાં આવ્‍યા ને પાંચ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છતાં મહિ યોજનાની પાઈપલાઈન કે માત્ર ર00 મીટર દૂરથી પસાર થઈ રહી છે તેનું જોડાણ આપવામાં પાલિકાનાંશાસકો નિષ્‍ફળ રહેતાં પાંચ વર્ષથી સતત ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પ બિન ઉપયોગ બની રહેતા તેમાં તિરાડો પડવાનું શરૂ થયું છે. જનતાનાં પરસેવાનાં પૈસાથી પાણી માટે કરવામાં આવેલ કરોડો રૂપિયાનો ખર્ચ એળે જતાં શહેરીજનોમાં નારાજગીનો માહોલ ઉભો થયો હોય પ્રાદેશિક કમિશનરે ફરજમાં બેદરકાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ શહેરભરમાંથી ઉભી થઈ રહી છે.

Follow Me:

Related Posts