fbpx
અમરેલી

ખેડુતોને પાકનુકશાન સહાય અને ટેકાના ભાવે ઉત્પાદન ખરીદી ઓનલાઈન કરી શકશે

ખેડુતો બંને યોજનાનો લાભ લઈ શકશે . કોંગ્રેસનાં ભ્રામક પ્રચારમાં ન આવવા જિલ્લા ભાજપ પ્રમુખ હીરપરાની અપીલ ગુજરાત રાજય સરકાર દ્રારા ખેડુતોના હિતમાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે . ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્વારા રાજયમાં પડેલા અતિભારે વરસાદ અને સતત પડેલા વરસાદથી અતિવૃષ્ટિ જેવી સ્થિતી ઉભી થવા પામી હતી . મગફળી , કપાસ , તલ જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયેલ ત્યારે રાજયનાં ખેડુતોની વ્હારે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૨૩ તાલુકામાં તમામ ખેડુતોને સહાય આપવાનો ઐતિહાસીક નિર્ણય કરેલ છે . તેમજ સમયસર ટેકાના ભાવથી મગફળી ખરીદી કરી ને ખેડુતોને મદદરૂપ થવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે . તે આવકાર દાયક છે . ખેડુતોને કોંગ્રેસ દ્વારા ગુમરાહ કરવામાં આવિ રહ્યા છે . કોંગ્રેસ દ્વારા ખેડુતોને ખોટી માહિતી આપવામાં આવિ રહી છે , કે જે ખેડુતો નુકશાન સહાય માટે અરજી કરશે તેઓ ટેકાના ભાવથી ખેતિ ઉત્પાદન નહિ વેચી શકે . આ બાબત સંપૂર્ણ ખોટી છે . હકિકતમાં નુકશાન સહાય મેળવનારની પણ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવશે . તેમ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્યું છે .

Follow Me:

Related Posts