fbpx
અમરેલી

શ્રી પટેલ વિધાર્થી આશ્રમ તથા અમરેલી પરિવાર દ્વારા પર્યાવરણવિદ જીતુભાઈ તળાવીયાની શોક સભાનું આયોજન

શ્રી પટેલ વિધાર્થી આશ્રમ તથા અમરેલી પરિવાર દ્વારા પર્યાવરણવિદ જીતુભાઈ તળાવીયાની શોક સભાનું આયોજન તા .૦૯.૧૦.૨૦૨૦ ને શુક્રવાર , સવારે ૧૦.૦૦ કલાકે પટેલ કન્યા છાત્રાલય , કેરીયા રોડ , અમરેલી ખાતે રાખવામાં આવેલ છે . હાલમાં જ તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત પર્યાવરણવિદ જીતુભાઈ તળાવીયા દુખ : દ અવસાન થયેલ છે . જીતુભાઈ પર્યાવરણવિદ તરીકે એક અલગ છાપ ધરાવતા તથા પ્રકૃતિ પ્રત્યેની અનેક શિબીરો કરી તેમણે પ્રખ્યાતી પ્રાપ્ત કરેલ એક આગવુ વ્યકિતત્વ ધરાવનાર વ્યકિત હતા . જીતુભાઈની પશુ , પક્ષી , વન્યપ્રાણી તથા પ્રકૃતિ પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતા જેમના ઓચિંતા અવસાનથી સમગ્ર પંથકમાં દુખની લાગણી પ્રસરી ગયેલ છે . ત્યારે દિલીપભાઈ સંઘાણીના નેજા હેઠળ તળે એક શોક સભાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં તા .૦૯.૧૦.૨૦૨૦ ને શુક્રવાર , સવારે ૧૦.૦૦ કલાકે , પટેલ કન્યા છાત્રાલય , કેરીયા રોડ , અમરેલી ખાતે રાખવામાં આવેલ છે તેવુ અમરેલી પરિવારની અખબારી યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts