fbpx
અમરેલી

સાવરકુંડલા સંપૂર્ણ શારીરિક વિકલાંગ પણ મન થી મજબૂત દીપલી ત્રિવેદી સમસ્ત નારી જગત માટે ગૌરવ રૂપ મહિલા સશક્તિ કરણ નું ઉમદા ઉદરણ

સાવરકુંડલા તા ૮. માં રહેતી એક ૩૫ વર્ષની સંપૂર્ણ શારીરિક અપંગ યુવતી તંદુરસ્ત લોકોને પણ શરમ આવે એવા તેજ દિમાગથી સ્ત્રી સશક્તિકરણ નું કામ કરી રહી છે અને અનેક મહિલાઓને પથારીમાં સૂતા સૂતા જ રોજગારી આપી રહી છે. કોરોના કાળમાં પ્રસંશનીય કામગીરી કર રહી છે.. છેલ્લા પાંચેક મહિનાથી આ સંપૂર્ણ શારીરિક અપંગ યુવતી અમદાવાદમાં ચાલતી એમ પી એફ નામની સંસ્થાના સંપર્કમાં આવી અને તેમની અનેક ચીજવસ્તુઓ ને મંગાવી સાવરકુંડલાની અનેક ગરીબ મહિલાઓને સારી એવી રોજગારી આપી રહી છે આ યુવતી છે દિપાલીબેન પ્રવીણ ભાઈ ત્રિવેદી.. દિપાલીબેનને હાલ માતા અને પિતાની છત્રછાયા  નથી તેમની માતા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા છે અને પિતા થોડા વર્ષો પહેલાં જ દેવલોક પામ્યા છે પરંતુ દિપાલીબેન પથારીમાં સૂતા સૂતા જ તમામ પ્રકારનું રોજગારી અને સંચાલન પોતાના દિમાગથી કરી રહ્યા છે તેમનું દિમાગ અને વિચારો ખૂબ જ તેજ અને ઊંચા છે તેમને પૈસાની જરૂર નથી પૈસા  છે પરંતુ એક પરોપકારની ભાવના અને સ્ત્રી સશક્તિકરણની ભાવનાએ તેમને આ પ્રવૃત્તિ તરફ પ્રેરણા આપી છે અને તેઓ નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે  દિપાલી બેન ની આ સ્ત્રી સશક્તિકરણની પ્રવૃત્તિમાં અને સ્ત્રીઓને વધુમાં વધુ રોજગારી મળે તે કામમાં દિપાલીબેન નાની બેન અર્ચનાબેન અને તેમના પતિ પણ સારો એવો સહકાર આપી રહ્યા છે અને નવયુવાન વિદ્યાર્થીઓ તેમજ અનેક સામાન્ય અને ગરીબ પરિવારની મહિલાઓ પણ સારું એવું કમાઈ રહ્યા છે. આ પ્રવૃત્તિથી પ્રેરાઈને તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સેવા સમિતિ ભાવનગર તરફથી રમેશભાઈ હિરાણી ના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને પથારીમાં સૂતા સૂતા સંપૂર્ણ અપંગ એક યુવતી આટલું સરસ કામ કરી શકે છે આ સેવાથી પ્રેરાઈને અમદાવાદની સંસ્થાના ચીફ અને તેમની ટીમ સાવરકુંડલા આવી તેમને મળી તેમના કામગીરી અને તેમના વિચારોનો અભ્યાસ કર્યો અને ખૂબ જ પ્રભાવિત છે સંસ્થાના ચીફઅરમાન જોશીએ દિપાલીબેનને મળ્યા અને તેઓએ જણાવ્યું કે અમારી સંસ્થામાં ૩૨   હજાર જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે અને સ્ત્રી સશક્તિકરણ અને આત્મનિર્ભર માટે ખાસ કામ કરી રહેલી આ સંસ્થા દિપાલી બેન ની કામગીરી ખૂબ જ ખુશ અને પ્રભાવિત છે.આ સમગ્ર સંસ્થાના પ્રતિનિધિઓ એ પણ દિપાલીબેન ના રોજગારી આપવાની જે તમન્ના અને સ્ત્રી સશક્તિકરણની પ્રગતિ થી ખૂબ જ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને એક વાત તો ચોક્કસ છે કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી એવી જ રીતે મન હોય તો માળવે જવાય આ તમામ ઉકતીઓ દિપાલીબેન સાર્થક કરી બતાવી અને સમગ્ર મહિલાઓને એક નવી પ્રેરણા આપી કે જો મન મક્કમ હશે શરીરની દુર્બળતા મહત્વની નથી અને કોરોના ના કપરા સમયમાં પણ મહિલાઓ ગૃહિણીઓ બે ચાર કલાકનો સમય કાઢીને પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકે છે.

Follow Me:

Related Posts