fbpx
અમરેલી

પાંચ વર્ષ થી સતામાં રહેલ કોગ્રેસ પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે નિષ્ફળ

૧૫-૧૫ જેટલી સામાન્ય સભા યોજાઈ પણ લોકો ની સુખાકારી માં વધારો થાય એવું એક કામ તો બતાવો!! સાવરકુંડલા પાલીકા ની સામાન્ય સભામાં લોકો ના પ્રાણપ્રશ્ને ભાજપ દ્વારા શાશકો ને ભીંસમાં લેવાશે. નગરપાલિકાની સામાન્ય સભાનો એજન્ડાના મુદા ચુંટણી લક્ષી લોલીપોપ છે.જો તેમને કામ કરવા જ હોય તો તેમની પાસે પાંચ વર્ષ સતા હતી ત્યારે કયાં ગયા હતા.??
-પાલીકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા ધર્મેન્દ્ર ચૌહાણ આજે સવારે ૧૧ વાગ્યે મળનારી સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભામાં સાવરકુંડલા નગરપાલિકામાં કોગ્રેસના રાજ માં વિરોધ પક્ષે બેઠેલ ભાજપ દ્વારા સામાન્ય સભામાં શાસકોને લોકોના પ્રાણપ્રશ્નો તેમજ વિકાસ કામોના મુદે ભીંસમાં લેવાશે.સામાન્ય સભા માં એજન્ડા માં મુદા નંબર ૩ જેમા
એન. ટી. આર. ના પ્લોટ ને રેગ્યુલાઇઝ કરવા કમીટી ની રચના કરવા તથા અન્ય નિર્ણય કરવા બાબત જેમા ક્રોગ્રેસ શાસીત નગરપાલિકા માં સતા સ્થાને પાંચ વર્ષ પુરા થવા આવ્યા અને પાંચ વર્ષ માં ૬૧ સામાન્ય સભા આવી
જેમા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ દરેક સામાન્ય સભા માં
એન. ટી. આર. ના પ્લોટ ને રેગ્યુલાઇઝ કરવા રજૂઆત કરેલ ત્યારે કોંગ્રેસ શાસિત સતાધીશો ને રસ નહોતો અને
એન. ટી. આર. પ્લોટની ચર્ચા કરતા નહોતા અને અંતે મે માહિતી અધિકાર ૨૦૦૫ નીચે તા. ૩૦/૯/૨૦૧૯ ના રોજ મે માહિતી પણ માંગી છે તે માહિતી પણ નથી આપી અને હવે ચૂંટણી આડા મહિના બાકી હોય એટલે લોલીપોપ આપવા મુદો લીધો લોકો તમને ઓળખે છે આ બધુ જુનુ થઇ ગયુ નાટક બંધ કરો જેને એન. ટી. આર. ના પ્લોટ નુ રેગ્યુલાઇઝ કરવુ હોય તો પાંચ વર્ષ માં થઇ ગયુ હોય હવે મહિનો બાકી રહયો એટલે ચૂટણી લક્ષી સામાન્ય સભા માં મુદો લીધો
        તમે તમારા ચુંટણી ઢંઢેરામાં લખ્યું છે અમે સતા આવશુ તો
ગરીબો ને બી. પી. એલ. કાર્ડ આપશુ પાંચ વર્ષમાં કયારે સામાન્ય સભા માં
બી. પી. એલ. કાર્ડ નુ નામ નથી લીધુ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા દરેક સામાન્ય સભા લૈખીત માં રજુઆત કરેલ છે તેની ચર્ચા પણ કરી નથી ગરીબો ને આજ ની તારીખ સુધી બી. પી. એલ. કાર્ડ નથી આપ્યા
        વધુમાં નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ જણાવ્યું છે કે પાંચ વર્ષ એરીયા દેખાવુ નથી કયારે લોકો ના કામો કરવા નથી ચુંટણી નજીક આવે એટલે મપાવેલા રોડ ને આયોજન માંથી કાઢી નાખી ને રાજકારણ કરવા નીકળી જાવા સિવાય શુ કર્યુ હવે લોકો તમારી આખી પેઢી ને ઓળખી ગય છે ચૂંટણી સમયે
ગરીબો યાદ આવે છે
        સાવરકુંડલા શહેરી વિસ્તારમાં
શહેર ના મુખ્ય માર્ગો શાળા કોલેજો તેમજ સરકારી કચેરીઓ ચાર રસ્તાઓ માં સી. સી. ટીવી કેમેરા લગાવવા માટે તા. ૨૮/૩/૨૦૧૬ ના રોજ મળેલ સામાન્ય સભા માં ઠરાવ નંબર ૭ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે અને શહેર માં સી. સી. ટીવી કેમેરા લગાવવા માટે નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા દ્વારા દર વખતે મળતી સામાન્ય સભા માં રજુઆત કરેલ છે હવે કોંગ્રેસ શાસિત નગરપાલિકા બોડી ને પાંચ વર્ષ પુરા થવા આવ્યા છે  સતાધીશો ને સી. સી. ટીવી કેમેરા લગાવવામાં રસ નથી અને સામાન્ય સભામાં ચર્ચા પણ કરતા નથી ચુંટણી આવે એટલે ડાહયા ડમરા થઇ કામો કરવા ની લાલચ આપે છે લોકો તમને ઓળખી ગયા છે અને તમને ખબર ન હોય તો તમે તમારા ક્રોગ્રેસ ના નેતાઓ ને પુછી લેજો ક્રોગ્રેસ સતા માં આવશે તો શહેર માં કેમેરા લગાવશુ…?અને સતા ઉપર બેસી ગયા પછી પાંચ વર્ષ માં
કેમેરા લગાવવા નુ નામ નથી લીધુ
        વધુમાં નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં
હયાત રોડ તોડવા ની મંજુરી ન હોવા છતાં સી. સી. રોડ કે પછી બ્લોક રોડ તોડે છે
નગરપાલિકા સતાધીશો મૌન શા માટે છે..? તે જણાવો,
નગરપાલિકા એ રોડ તોડવા ની મંજુરી આપી હોય તો મંજૂરી નો લેટર બતાવો..? શહેરી વિસ્તારમાં મેઇન રસ્તાઓ માં પડેલા ખાડાઓ બુરવા માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરેલ હોવા છતાં એક પણ રસ્તાઓ માં ખાડા બુરીયા નથી હવે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે હવે તો..મુખ્ય રસ્તાઓ માં પડેલા ખાડાઓ બુરાવો..! અને તમારી દ્રારા પક્ષપાત વરણ રાખી ને અમારા મપાવેલા રસ્તાઓ જેતમે કાઢી નાખ્યા છે તે સોસાયટી ઓ પછાત વિસ્તાર ના મોટાભાગના રસ્તા ઓ મા વરસાદ ને કારણે ખાળીયા પડી ગયા છે ત્યા મોરમ તો નાખો..! લોકો પરસેવો પાડીને વેરા ભરે છે કુદરત કયારે માફ નહીં કરે
ઘણાય સમય પહેલા તમે પ્રકાશ માં જાહેરાત આપી હતી મોરમ ના ફેરા નાખવા માટે ફોન કરો અને તેમા ફેરા લખાવ્યા છે તે ફેરા વિસ્તારમાં નાખ્યા નથી તો પછી.. તે ફેરા કાગળ ઉપર નખાય ગયા..? જો ન નાખ્યા હોય તો તે કયારે નાખો છો તે જણાવો..?
        સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ ના વિસ્તારો ના પ્રતિનિધિ તરીકે તા. ૨૪/૮/૨૦૨૦ ના રોજ વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં મચ્છરો નો ઉપદ્રવ થતા રોગચાળા નો ભય ઉભો થયેલ છે જેથી વિસ્તારોમાં ડી. ડી. ટી. તેમજ પ્રવાહી દવાઓ નો છંટકાવ કરવા અને ફોગીંગ ની કામગીરી તેમજ પાણીના ખાબોસીયા હોય ત્યા બળેલ ઓઇલ અથવા કેરોસીન નો છંટકાવ કરવા સેનીટેશન વિભાગ ને સુચના આપવા જણાવ્યું હતું
છતાય લોકો ની ચિંતા અને લોકો ના આરોગ્ય ની સામે જોયુ નથી હવે તો કુદરત નો ડર રાખો..! હવે વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં કયારે દવાઓ નો છંટકાવ કરવા ના છો તે જણાવો..?
        સાવરકુંડલા ની જનતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડેલા ક્રોગ્રેસ શાસીત સતાધીશો એ જનતા બાગ ની માઠી દશા કરી નાખી છે (સાવરકુંડલા ના શહેરીજનો જનતા બાગ ની મુલાકાત લઇને તપાસ કરી શકે છે) જયારથી ક્રોગ્રેસ શાસીત સતા માં આવી ત્યારથી ઇરાદાપૂર્વક બેદરકારી દાખવવામાં આવે છે બગીચામાં કોઇજાત ની સફાઇ થતી નથી આખાય બગીચામાં ઘાસ ઉગ્યુ છે ખંડેર જેવી હાલત કરી નાખી છે શહેરના લોકોને તમારી પાસે શું અપેક્ષા રાખવાની..તે જણાવો…?

Follow Me:

Related Posts