fbpx
અમરેલી

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની અગ્નિપરીક્ષા પાટીદાર ફેક્ટરનો મહત્વનો રોલ હશે

.
આગામી દિવસોમાં ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા હોવા છતાં હજુ કોઈ પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આ વખતની ચૂંટણીમાં હવે એ જોવાનું રહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ પાટીદાર ફેક્ટર કામ કરશે કે નહીં ?


2017 માં ધારી વિધાનસભાની સીટ કોંગ્રેસ પાસે હતી. ત્યાર બાદ 2019માં આવેલ લોકસભામાં ની ચૂંટણીમાં ભાજપ તરફ ઝોખ વધારે હતો. આમ જોઈએ તો દરેક ચૂંટણીઓના પેરામીટર અલગ અલગ હોય છે સાથે મુદ્દાઓ પણ અલગ હોય છે, ત્યારે પક્ષમાં ચાલતો આંતરિક જૂથવાદ મતદાર ના માઇન્ડસેટ પર આધાર રાખતો હોય છે.

2017માં કોંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડીયાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી 17862 મતે જીત મેળવી હતી. ત્યારે એક બાજુ એવું ચોક્કસ કહી શકાય કે 2017 માં પાટીદાર આંદોલનનો જુવાળ જોવા મળ્યો હતો અને ભાજપથી ઘણી જ્ઞાતિઓ નારાજ હતી. ધારી બેઠકનું જ્ઞાતિ આધારિત મતદાનનું ગણિત જોઈએ તો.પટેલ 79 હજાર, કોળી 27 હજાર, દલિત 18 હજાર, આહીર 18 હજાર, ક્ષત્રિય 12 હજાર અને લઘુમતી સમાજના 8 હજાર મતદારો છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણી માં પણ એવું લાગે છે કે પાટીદાર ફેક્ટર કામ કરી જશે. હવે જોવાનું એ રહ્યું કે 2019માં પાટીદાર મતદારો ભાજપ તરફી રહ્યા હતા. તો આ વખતે શુ થશે તે તો સમય જ કહેશે.

ભાજપ અને કોંગ્રેસ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ ભાજપમાં જો કોઈ છેલ્લી અણી ના સમયે કોઈ ફેરફાર ન થાય તો જે.વી. કાકડીયા રેસમાં આગળ છે ત્યારે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશભાઈ કોટડીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનિબહેન ઠુમરને ઉમેદવારી મળે તેવી પ્રબળ માંગ છેક મોવડી મંડળ સુધી કરવામાં આવી છે. ત્યારે ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ખરેખરો કસોક્સનો જંગ જામશે તે ચોક્કસ કહી શકાય. હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારી જાય છે.

Follow Me:

Related Posts