fbpx
અમરેલી

અમરેલી : સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓ આરટીપીસીઆર સેમ્પલ આપવા તૈયાર પણ પદ્ધતિ સામે સવાલ

આખા રાજ્યમાં કોરોના સામે લડત માટે અમરેલી જીલ્લા તંત્ર અત્યાર સુધીમાં સહુથી સવાયુ અને શ્રેષ્ઠ સાબીત થયુ છે પણ હાલમાં દરેક દુકાનોના માલિકોએ ફરજીયાત RT PCR ટેસ્ટ કરાવવાનો જે નિયમ તંત્ર લાવ્યુ છે તેના ઉપર જાગૃત વેપારીઓએ ગંભીર સવાલ પણ ઉઠાવ્યા છે.
          જેમ કે વેપાર ધંધાના સ્થળે કામ કરતા માત્ર મુખ્ય એક જ વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે. તો એક જ સ્થળે કામ કરતા અન્ય એકથી વધુ માણસો શું સુપર સ્પ્રેડરની શ્રેણીમાં નહી આવતા હોય!? કોરોનાના સંક્રમણનો ભય શું એક જ વ્યક્તિને વધુ હશે અને કોઈ ખાસ કવચ કુંડળ અન્ય વ્યક્તિઓ કે નોકર વર્ગનું કોવીડ 19થી રક્ષણ કરતુ હશે !?
        આનાથી ગંભીર વાત કે ડબલ્યુએચઓની ગાઈડ લાઈન મુજબ વ્યક્તિએ કોઈ પણ સપાટીને સ્પર્શ કર્યા પછી હાથ સાબુથી ધોવા કે સેનીટાઈઝ કરવા જ રહ્યા. ત્યારે સંખ્યાબંધ લોકોના સ્વેબ સેમ્પલ લેતા આરોગ્યકર્મીઓ એકના એક ગ્લોવ્ઝ પહેરીને જ કામ કરતા હોય અને સેમ્પલ આપનારને જે ખુરશી ઉપર બેસાડવામાં આવે છે એ ખુરશી જો વારંવાર ડીસઈન્ફેક્ટ ના કરવામાં આવે તો સાજા નરવા સેંકડો લોકો ઉપર સંક્રમણનો ખતરો ઔર વધી જાય છે. આમ જનતાના આરોગ્ય ઉપર આવો ગંભીર ખતરો જોતા જો સરકાર શ્રીને દરેક વખતે નવા ગ્લોવ્ઝનો ખર્ચ ના પોસાતો હોય તો લોકો પોતાના ખર્ચે નવા ગ્લોવ્ઝ લઈને ટેસ્ટ કરાવવા જવાની તૈયારી પણ બતાવી રહ્યા છે.
        કલેક્ટર અમરેલી વતી થયેલું “સુપર સ્પ્રેડરને આરટી પીસીઆર સેમ્પલ” આપવાનું ફરમાન શહેરના તમામ વેપારીઓને શીરોમાન્ય છે, પણ એની સાથે રહેલા જોખમો નીવારવા માટેના પગલા પણ તંત્ર દ્વારા સત્વરે લેવામાં આવે એવી લાગણી અને માગણી વેપારીઓમાં ઉઠવા પામેલ છે એવું શ્રી અમિત કોલડિયાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts