fbpx
અમરેલી

અમરેલીમાં ‘‘સ્‍વચ્‍છતા અભિયાન” માત્ર કાગળ પર

જાહેર માર્ગોથી લઈને જાહેર શૌચાલયો સુધી બેફામ ગંદકી અમરેલીમાં ‘‘સ્‍વચ્‍છતા અભિયાન” માત્ર કાગળ પર શહેરનાં ગૌરવસમા ચિતલ રોડ, વરસડા રોડ પર ભયાનકપણે ગંદકીનો માહોલ દર મહિને રપ લાખ જેવો ખર્ચ છતાં પણ કયાંય સ્‍વચ્‍છતા જોવા મળતી નથી પાલિકાની ગુનાહિત બેદરકારી સામે ઉચ્‍ચકક્ષાનાં અધિકારીઓ અને પદાધિકારીઓનું અકળ મૌન સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલાં સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કરાવીને સ્‍વચ્‍છતાનાં આગ્રહી મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મ જયંતિની ઉજવણી કરવાનો કાર્યક્રમ ભારે પ્રચર સાથે શરૂ કરવામાં આવ્‍યો હતો. પરંતુ હાલ સ્‍વચ્‍છતા અભિયાન હાંફી રહૃાું હોયતેવું જોવા મળી રહૃાું છે. અમરેલી પાલિકાને રાજય અને કેન્‍દ્ર સરકાર તરફથી દર વર્ષે કરોડો રૂપિયાની સહાય સ્‍વચ્‍છતાલક્ષી કામગીરી માટે ફાળવવામાં આવી રહી છે. જેનો ખર્ચ માત્ર કાગળ પર જ કરવામાં આવી રહૃાાનું જાણવા મળેલ છે. અમરેલી શહેરમાં દર મહિને રૂપિયા રપ લાખનો ખર્ચ સ્‍વચ્‍છતા પાછળ કરવામાં આવી રહૃાો હોવા છતાં પણ સ્‍વચ્‍છતાનાં કયાંય દર્શન થતાં નથી. શહેરનાં હાર્દસમા ચિતલ રોડ, વરસડા રોડ સહિતનાં માર્ગો, રહેણાંક વિસ્‍તારો અને જોહર શૌચાલયમાં બેફામ ગંદકીનો માહોલ જોવા મળી રહૃાો છે. સ્‍વચ્‍છતાની કામગીરી માટે ફાળવવામાં આવેલ વાહનો બંધ હાલતમાં જોવા મળી રહૃાા છે. તો વરસડા માર્ગ પર બનાવવામાં આવેલ ફૂટપાથ બાદ ત્‍યાં વધારાની કપચી, માટીનાં કારણે પર્યાવરણને પણ વ્‍યાપક નુકસાન થઈ રહૃાું હોય પાલિકાનાં શાસકોને શહેરીજનોની કોઈ ચિંતા થતી નથી. ભાજપ શાસિત પાલિકાનાં પાપે શહેરની દોઢ લાખની જનસંખ્‍યા ત્રાહીમામ પોકારી ચુકી હોય ઉચ્‍ચ અધિકારીઓ અને ભાજપનાં વિકસ પુરૂષ આગેવાનોનું અકળ મૌન સૌ માટે ત્રાસદાયક બનેલ છે.

Follow Me:

Related Posts