fbpx
અમરેલી

છેલ્લા દોઢેક વષૅથી છેતરપીડી વિશ્ર્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ નાસતા ફરતા સ્કોડૅ સા.કુંડલા વિભાગ,અમરેલી

મ્હે પોલીસ મહાનિર્દશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના અનવ્યે મ્હે.પો.અધિ..અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તા.૦૮/૧૦/૨૦૨૦ થી તા.૨૨/૧૦/૨૦૨૦ સુધી ખાસ ડ્રાઇવ રાખેલ  હોય જે અનવ્યે મ્હે.ના.પો.અધિ.શ્રી સા.કુંડલાનાઓએ સ્પેશ્યલ ટીમની રચના કરી ખાસ સુચના અને માગૅદશૅન આપેલ હોય.જે અંગે સ્પેશ્યલ નાસતા ફરતા સ્કોડૅના ઇ/પોલીસ સબ. ઇન્સ એચ.એચ.સેગલીયાનાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફના એ.એસ.આઈ હિંગરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા લોક રક્ષક  બ્રિજરાજસિંહ વાળા તથા લોક રક્ષક યુવરાજસિંહ ગોહિલ તથા પો કોન્સ પરેશભાઈ સોંધરવાનાઓએ  પીપાવાવ પો.સ્ટેના ફસ્ટ ગુ.ર.નં૨૧/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૧૯,૧૨૦ બી મુજબના છેતરપીડી વિશ્ર્વાસઘાતના ગુન્હામાં પોતાની ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપી હિમાંશુકમાર  કરૂનાશંકર મહેતા રહે-ધારી શિવનગર તા.ધારી જી.અમરેલી રહે-હાલ રાજકોટ મહુડી ચોકડી ગુરૂપ્રસાદ ચોક તા.જી.રાજકોટ વાળાને રાજકોટ શહેર  મહુડી ચોકડી પુલ નીચેથી હસ્તગત કરી સા.કુંડલા ટાઉન પો.સ્ટે  સોંપી આપેલ હોય.અને આ અંગે પીપાવાવ પો.સ્ટેને જાણ કરી આગળની ઘટતી કાયૅવાહી થવા સોંપી આપેલ છે.

Follow Me:

Related Posts