fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય લલીત કલા અકાદમી દ્વારા મોબાઈલ ટુ સ્પોર્ટસ ચિત્રસ્પર્ધા આયોજન

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા ૧૦ ઓકટોબર થી ૭ નવેમ્બર દરમ્યાન અને રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૧ નવેમ્બરે યોજાશે

હાલની કોરોના (કોવીડ-૧૯) ની વૈશ્વિક મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસઅપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાંથી બહાર આવી યુવાનો રમતગમતની પ્રવૃત્તિઓ તરફ વળે એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા વર્ષ:૨૦૨૦-૨૧ દરમ્યાન ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ” ની નવી યોજના અમલી બનાવી છે. આ યોજનાને ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણા સાથે આકર્ષિત કરી શકશે.

આ હેતુને સુચારું રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલીત કલા અકાદમીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટસ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યુ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં એ-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૦૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલી આપવાના રહેશે. આ કૃતિ પાછળ સ્પર્ધકે નામ, સરનામાં જેવી તમામ બાબતોનો ઉલ્લેખ કરી ઉંમરનો પુરાવો જોડવાનો રહેશે. ત્રણ ચિત્રોની જિલ્લા કક્ષાએ પસંદગી કર્યા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. આ અંગેની વધુ માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે મળી રહેશે.

Follow Me:

Related Posts