fbpx
અમરેલી

ધારી-બગસરાની પેટા ચૂટણીની બેઠક માટે રેકોર્ડ બ્રેક રીતે ઉમેદવારી ફોર્મ ઉપડ્યા, અત્યાર સુધી 39 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

આ વખતની ધારી-બગસરાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેમાં રાષ્ટ્રીય પક્ષો સાથે અપક્ષોએ પણ પાછું વળીને જોયું નથી. ફક્ત એક બેઠક માટે આજની તારીખ સુધીમાં 39 ઉમેદવારી ફોર્મ ઉપડી ગયા છે. હજુ તો 17 તારીખ છેલ્લી છે ત્યાં સુધીમાં હજુ પણ ફોર્મ ઉપડે તેવી શક્યતાઓ જોઈ શકાય છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે કેટલા ઉમેદવાર આવશે તે જોવાનું રહ્યું. આજે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ડમી ઉમેદવાર તરીકે કોકિલાબહેન કાકડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

Follow Me:

Related Posts