fbpx
અમરેલી

ધારી વિધાનસભા પેટા ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ભાજપે

ધારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અને મિડિયા સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે યોજવામાં આવ્યો હતો આ તકે ૧૮ જેટલા વિરોધ પક્ષના વિવિધ કાર્યકરોએ પરષોત્તમભાઈ રૂપાલા સહિત મંચસ્થોના હાથે ભગવો ખેસ પહેરી કેસરિયા કર્યા હતા અને ભાજપ ઉમેદવાર જે વી કાકડીયાને જીતાડવા નિર્ધાર કર્યો હતો પોતાની નૈસર્ગિક છણાવટ સાથે પ્રવચન કરી રહેલા અમરેલી જિલ્લાના પનોતાપુત્ર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા એ સરકારની કાર્યસિદ્ધિ તેમજ વિરોધપક્ષ દ્વારા ખોટા પ્રચાર કરી ફેલાવાતા દંભ અને ભ્રમ સંદર્ભે સુવ્યવસ્થિત છણાવટ કરી ભારત દેશના વિકાસ શિલ્પી નરેન્દ્ર મોદીની ટીમના ઉમેદવાર જે વી કાકડીયાને જંગીબહુમતિથી વિજય બનાવવા કાર્યકરોને અપીલ કરી હતી

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટક કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા એ ભાજપના કાર્યકરો અને હોદેદારોને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાને કારણે દૂનિયા થંભી ગઈ છે કોવિડ-૧૯ની સ્થિતિને આપણે ધ્યાન પર લેવી જોઈએ આવા સંજોગોમાં ચૂંટણી આવી છે ત્યારે કોવિડ-૧૯નો પ્રોટોકોલ ભંગ ન થાય એ સંપૂર્ણ તકેદારી, કાળજી અને સાવચેતી રાખી આપણે જે વી કાકડીયાને વિજય બનાવવાના છે હાલ કોંગ્રેસ અને વિરોધી દળો એક ભ્રામક પ્રચાર ચલાવી રહ્યા છે અને ખેડૂતો માટે મહત્વલક્ષી કૃષિબીલનો ખોટો પ્રસાર કરી રહ્યાં છે નવા કાયદા અને કલમથી ખેડૂતો સામે માત્ર વાહિયાત મભમ અપ્રચાર ચાલે છે વાસ્તવમાં એવું કાંઈ છે જ નહીં આ લોકો કોન્ટ્રેક્ટ ફાર્મીંગમાં જમિનને લઈ એવો ભય ફેલાવે છે કે જમિનો જતી રહેશે પણ આપણે કોન્ટ્રેક્ટ ફાર્મીંગમાં જમિનનો ઉલ્લેખ જ નથી કર્યો જમિનનો વિષય જ દાખલ નથી કર્યો તો ખેડૂતોને ડરવાની કે ભયભીત થવાની જરૂર જ નથી એમ એસ પી બંધ કરી દેવાના છીએ એ પણ ખોટો પ્રચાર વિરોધીઓ ચલાવી રહ્યા છે એમ એસ પી મળે છે મળવાની છે અને મળતી જ રહેવાની છે આપણને તક અને અવસર બન્ને મળ્યા છે આપણી પાસે અનેક મુદ્દાઓ છે જનતા સમક્ષ જવાના અને આપણે કરેલા વિકાસકાર્યોને દર્શાવાના આપણે આ ચૂંટણીમાં આપણા અને આપણા સગાવાલાના મત સવારે ૧૦ વાગ્યે પડી જાય એ કાળજી રાખજો આપણા કોઈ જાણીતાનો મત પડ્યો ન રહે એ જવાબદારી આપણી છે કોંગ્રેસના રાજમાં સહકારી બેંકોમાં ખેડૂતોને ૧૮% ધિરાણ ધરી પૈસા મળતા આપણી સરકારમાં ખેડૂતોને સહકારી બેંકોમાં ૦% વ્યાજે પૈસા મળતા થયા છે બે વર્ષ પહેલાં આપણા જિલ્લામાં પુરની સ્થિતિ ઉભી થઇ એમાં પ્રભાવિતોને જે વળતર ચૂકવવામાં આવ્યું એ પણ બેનમૂન છે એટલે જ બીજે બધે એવું કહેવામાં આવે છે કે અમરેલીમાં પુર સહાય ચૂકવી એવી અમને ચૂકવો આ ભાજપની સરકાર કરી શકે કોંગ્રેસની નઈ નરેન્દ્ર મોદીની સરકારમાં ગ્રામપંચાયત અને ખેડૂતોના ખાતામાં સીધા દિલ્હીથી પૈસા આવે આવું કોંગ્રેસના રાજમાં નહોતું એટલે જ ખૂદ કોંગ્રેસના વડાપ્રધાન કબુલતા કે મારો મોકલેલા ૧ રૂપીયાના ૧૫ પૈસા જ લોકો સુધી પહોંચે છે અન્ય દેશોએ આતંકવાદ જીવલેણ વાયરસ દુનિયાને આપ્યા આપણે દુનિયાને દવા અને યોગ આપ્યા યોગને વિશ્વસ્તરે સ્થાન મળ્યું આવા વિકાસના શિલ્પી નરેન્દ્ર મોદીની ટીમના ઉમેદવાર જે વી કાકડીયાને આપણે આવો સૌ સાથે મળી જંગીબહુમતિથી વિજય બનાવીયે.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) એ જાણાવ્યું હતું કે જે વી કાકડીયા એ દરેક નાનામોટા લોકોને સાથે રાખી કામ કર્યા છે જે વી કાકડીયા અને કમળને મત આપવા લોકો થનગની રહ્યા છે સકારાત્મક કામ કર્યા છે સરકારના વિકાસના અભિગમને અગ્રતા આપી લોકો ઈચ્છે છે જે વી કાકડીયા ચૂંટાઈ ગચકો માસોલના ચેરમેન અને નાફેડના વાઈસ ચેરમેન તેમજ જિલ્લાના સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે જે વી કાકડીયાના વિજયના નિર્ધાર સાથે આપણે કામે લાગી જઈએ આપણી પાર્ટીએ છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડી છે કાર્યકરો સતત મથતા રહ્યા છે મોદીજીના નેતૃત્વમાં આયુષ્માન ભારત જેવી અનેક યોજનાઓ છે દેશના જી ડી પી માં ફાળો હોય તો ખેડૂતો નો છે આપણે બધા પડતર પ્રશ્નો જે વી કાકડીયાના માધ્યમથી ઉકેલશું ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી એ જણાવ્યું હતું કે પ્રત્યેક બુથના કાર્યકરે એમને આવકાર આપ્યો છે જે વી કાકડીયાએ ૧૪૪ ગામમાં પ્રવાસ પૂર્ણ કર્યો બે રાઉન્ડ પ્રવાસના પૂર્ણ કર્યા છે અને ત્રીજો રાઉન્ડ શરૂ કરી પુરો કરીશું સરકારના કામો લોકો સુધી લઈ જશુ આ ઉપરાંત ભંડેરીએ સંગઠનની કામગીરીની વિશેષ છણાવટ કરી હતી પૂર્વસાંસદિય સચિવ હિરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ઓછો સમય છે મતદાન કરવાનું છે મહાભારતનો દાખલો ટાંકતા ઉમેર્યું હતું કે યુદ્ધ એજ કલ્યાણ ભાજપ માટે આઠ ધારાસભ્યો એ રાજ્યસભામાં મત આપી સાંસદ મોકલ્યા આપણી પાર્ટી માટે આ ઉમેદવારોએ કર્યુ હવે આપણે કરવાનું છે કેશોદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા એ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસગાથામાં આપણે જોડાવાનું છે અને જે વી કાકડીયાને વિજય બનાવવાના છે ભાજપ ઉમેદવાર જે વી કાકડીયા એ જણાવ્યું હતું કે તમામ સમાજના કામો હું કરતો આવ્યો છું અને કરતો રહીશ આપ સહુ તમામનો સંપર્ક કરો પુરૂ મતદાન થાય બધા સમાજને સાથે રાખી આપણે આગળ વધીયે પૂર્વધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભૂવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઠેકાણા નથી અને આપણે દોઢ બે માસથી પ્રવાસ પણ પૂર્ણ કરી નાંખ્યો છે આપણી પાસે વ્યૂહ અને સંગઠન છે આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા એ કર્યુ હતું સંચાલન ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી એ કર્યુ હતું અને આભારવિધિ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી એ કરી હતી

Follow Me:

Related Posts