fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 26 કેસઃ કુલ 2411 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસો માંનીચે સરકતા ગ્રાફે બ્રેક મારી. આજે વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા તો 28 ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે નવા 26પોઝિટિવ કેસ સામે 28 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ કેસનો આંક છેલ્લા ઘણા દિવસોથી સતત નીચે સરકતો જોવા મળી રહ્યો હતો તેમાં આજે બ્રેક લાગી છે. આજે તા.14 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના ફક્ત 26 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2411 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 211 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 28 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2411 પર પહોંચી છે.

Follow Me:

Related Posts