fbpx
અમરેલી

ધારી વિધાનસભામાં કમળ ખીલશે અને જે.વી.કાકડીયા જીતશે : કમલેશ કાનાણી

આગામી તા . ૦૩ / ૧૧ / ર ૦ ના રોજ પેટા ચૂંટણીનું મતદાન છે . ત્યારે અમરેલીની ધારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જંગી સમર્થન મળી રહયુ છે અને જે.વી.કાકડીયા જંગી બહુમતીથી જીતવાના છે . તેમાં કોઈ શંકા નથી : – જિલ્લા મહામંત્રી કમલેશ કાનાણી કેન્દ્ર અને રાજ્યની ભાતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી યોજના પહોંચાડી છે . ત્યારે રાજ્યનાં ખેડુતો , ગરીબો , વંચીતોની ચીંતા કરનારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જબરૂ સમર્થન મળી રહયુ છે . વધુમા કમલેશ કાનાણીએ જણાવ્યુ હતુ કે , છેલ્લા બે મહીનાથી ધારી વિધાનસભાની ચુંટણી સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો એક – એક કાર્યકત રાતદિવસ જોયા વગર તનતોડ મહેનત કરી રહયા છે . અને જિલ્લા ભાજપ દ્વારા સોપેલ જવાબદારી કાર્યકર્તાઓ સુપેરે નિભાવી રહયા હોય . આ વિધાનસભાની ચુંટણીમાં જે.વી.કાકડીયા જંગી બહુમતીથી જીતશે તેમાં કોઈ શંકા નથી . છેલ્લા બે મહીનાથી વિધાનસભાની ચુંટણી પ્રક્રીયા શરૂ થયેલ હોય . જીલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો બુથ થી લઈ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આ સીટ જીતવા માટે પરીશ્રમ કરી રહયા છે . તેમજ પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સીટના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ જિલ્લાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા કાર્યકર્તાઓને સતત જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે અને કાર્યકર્તાઓને બળ આપી રહયા છે તેમ કમલેશ કાનાણીએ જણાવ્યુ છે .

Follow Me:

Related Posts