fbpx
અમરેલી

અમરેલીનાં સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્રમાં ફ્રુટોત્‍સવ યોજાયો

અમરેલીનાં સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્રમાં ફ્રુટોત્‍સવ યોજાયો મહિલા ભકતોને કેળાની પ્રસાદી અર્પણ કરાઇ પવિત્ર અધિક માસમાં શ્રી સ્‍વામિનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર અમરેલીમાં નિતનવા ઉત્‍સવ થાય છે. તેમાં એકાદશીના દિવસે ફ્રુટોત્‍સવ એટલે કે કેળાઉત્‍સવ જેમાં એક હજાર નંગ કેળાનો અન્‍નકુટ પુર્યો છે. સભામાં મહિલા ભકતોને કેળાની પ્રસાદી આપવાની છે. દરરોજ અધિક મહિનામાં ઠાકોરજીને લાડવા, સુખપડી, ગુલાબજાંબુ વગેરે પ્રસાદી ધરાવીને ઉત્‍સવ કર્યા છે. ઉત્‍સવનું એક માઘ્‍યમ છે ઠાકોરજીને રાજી કરવાનો. આ અધિક મહિનો એટે ભકિતનો મહિનો. આખો મહિનો અમારા ત્‍યાગી બહેનો અને ગૃહસ્‍થ બહેનોએ ખુબ ભજન કર્યુ છે. આવી રીતે ભકિતભાવથી પૂ. સાંખ્‍યયોગી શ્રી લીલાબાના સાનિઘ્‍યમાં ઉત્‍સવ ઉજવાય છે.

Follow Me:

Related Posts