fbpx
અમરેલી

સાવરકુંડલાની શાન સમી નાવલી નદીમાંથી ગંદકી દૂર કરો

પાલિકાનાં શાસકો પ્રયત્‍ન તો કરે પણ સફળ થતા નથી સાવરકુંડલાની શાન સમી નાવલી નદીમાંથી ગંદકી દૂર કરો ગંગા જેવી વિશાળ નદીની તો સફાઈ ન થઈ નાની એવી નાવલી નદીની તો સફાઈ થવી જરૂરી છેલ્‍લા ઘણાં વર્ષોથી રજૂઆતો, આંદોલનો થયા છતાં હજી સુધી કોઈ પરિણામ મળતું નથી શહેરમાં ગલીએ ગલીએ ફરતા કહેવાતા આગેવાનોએ પાયાનો પ્રશ્‍ન દૂર કરવો જોઈએ તેવું લાગી રહૃાું છે સાવરકુંડલા શહેરની વચ્‍ચેથી વહેતી નદી   માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. નાવલીના ઈતિહાસ તરફ માત્ર એક નજર કરીએ તો એ ઐતિહાસીક વરદાનથીપ્રાપ્ત થયેલી નદી છે અને બારે માસ આ નદી ખળખળ વહેતી હતી. સાવરકુંડલા જયારે કુંડલપુર નામે ઓળખાતું ત્‍યારથી ખળખળ વહેતી નદી અને નદીના બંને કાંઠે સાવર અને કુંડલા એમ બે વિભાગમાં ગામ વહેંચાયેલું હતું. સાવરકુંડલામાં આજે લગભગ નામશેષ નાવલી નદી થઈ જતા નાવલીના ચોખા પાણી ધીમે ધીમે ગંદકીમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા કેટલાય વર્ષથી માત્ર ચોમાસામાં નાવલી નદીમાં કયારેક પૂર તો કયારેક અંશતઃ પાણી દેખાય છે. પરંતુ નાવલી નદીમાં ગટરનું ગંદુ પાણી ચોક્કસથી દેખાય છે. હાલમાં સાવરકુંડલાની જનસંખ્‍યા એકાદ લાખની આસપાસ છે અને 70 થી 80 ટકા લોકો આ નાવલી નદીમાં બેસતા શાકભાજીના પાલાવાળા પાસેથી શાકભાજી લેવા આવે છે. એક બાજુ ગટરનું ગંદુ પાણી ભર્યું પાણી અને તેની વચ્‍ચે બેસીને ઉબડ-ખાબડ જગ્‍યામાં શહેરની જનતા સવારના શાક લેવા આવે છે. નાવલીની સફાઈ સાવરકુંડલાના નગરપાલિકાના અનેક સત્તાધીશો દ્વારા વિવિધ સમયે અને ઓછા વધતા પૈસા ખર્ચી કરવામાં આવી હતી. નગરપાલિકાના શાસનમાં પક્ષ ગમે તે હોય ગમે તે પક્ષનું શાસન હોય તેમણે નાવલી નદીની સફાઈ માટે યથાશક્‍તિત પ્રયત્‍ન કર્યો છે અને આજે નાવલીની સફાઈ અનેક વખત કરોડો રૂપિયાના ખર્ચે થઇ હોવા છતાં નથી. નાવલીની ગંદકી ગઈ કે નાવલીની સફાઈ થયેલ દેખાતી નથી. કેમનથી પૈસાના ખર્ચ પ્રમાણમાં પરિણામ મળ્‍યું તમામ સત્તાધીશોનો પ્રયત્‍ન અને હેતુ ખૂબ સારો હશે પરંતુ ખબર નથી. કરોડો રૂપિયા આજ સુધી ખર્ચાયા હોવા છતાં નાવલીની ગંદકી નાવલી નદીની સ્‍થિતિ એ જ છે. નાવલી નદીના કિનારે 300 ઉપરાંત પાલાઓ પણ આવેલા છે આ પાલામાં બેસીને નાના વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવે છે,નાનો વેપાર કરે છે. શહેરીજનો અને સત્તાધીશો વચ્‍ચે અનેક વખત બોલાચાલી થઈ છે, ઉપવાસ આંદોલનો થયા છે તેમજ આ ગંદકીમાં બેસીને એક લાખની જનતાને સવારમાં શાકભાજી વેચનારા શાકભાજીના વેપારીઓ દ્વારા પણ આંદોલન થયા છે પરંતુ નાવલીની સફાઈ અને શાકભાજી વેચવા માટે માગવામાં આવતી ચોક્કસ જગ્‍યાએ આ પ્રશ્નને લઈને વર્ષોથી ગજગ્રાહ ચાલ્‍યો આવે છે પરંતુ ગરીબ જનતાના કરોડો રૂપિયા નાવલીમાં વહી ગયા કે ખોવાઈ ગયા છે કે પછી નિષ્‍ફળ ગયા છે ત્‍યારે આખરે કેમ પરિણામ ન મળ્‍યું તે પણ વિચારવાનો પ્રશ્ન છે.  એક સમયમાં ખળખળ વહેતી શુદ્ધ પાણીવાળી નાવલી આજે ગંધાતી ગટરના પાણી છલકાતી બની ગઈ છે ત્‍યારે શું હવે એવું નથી લાગતું, સાવરકુંડલા સાથે એક સિક્કાની બે બાજુની જેમ સાવરકુંડલા અને નાવલી જોડાયેલું નામ અસ્‍તિત્‍વ એ અસ્‍મિતા જળવાઈ રહે છે કે પછી વિલીન થઇ જશે. વિચારવાનું છે સાવરકુંડલાના નગરજનોને સત્તાધિશોને અનેઅધિકારીઓને.

Follow Me:

Related Posts