fbpx
અમરેલી

વરસાદની શક્યતાને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને સતર્ક રહેવા સુચના

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાને લઇ ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવા અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયુ છે. જે અન્વયે  ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ધાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઈ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત પેદાશ વેચવાનું ટાળવું,

પશુઓ માટે ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત કરવા અને પવનમાં ઉડે નહિ તે જોવું શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી ફળો વગેરે તુરંત ઉતારી લેવી. બીટી કપાસમાં વીણી કરી લેવી તેમજ મગફળીમાં કાપણી થઇ ગયેલ હોય તો તુરંત પગલા લઈ સુરક્ષીત જગ્યાએ રાખી લેવું, તેમજ શાકભાજી વગેરેમાં પિયત ટાળવુ ઉપરાંત ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવો તથા ઉભા પાકમાં હાલ નાઈટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા એમોનિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું તેમજ ખેડુતોએ મોબાઇલ ફોન અને ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા તેમજ સલામતી માટે તમામ વ્યવસ્થા રાખવા વધુમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts