સાવરકુંડલાનાં શેલણા ગામની સીમમાં પત્નિને કૂવામાં નાંખી હત્યા કરી બાદમાં લાશને દાટી દેતો પતિ

એક વર્ષ પહેલા બનેલ હત્યાની ઘટના ઉપરથી પરદો ઉંચકાયો સાવરકુંડલા તાલુકાના શેલણા ગામના વતની અને હાલ મુંબઈ રહેતા આશીષ ઘનશ્યામભાઈ ઉકાણી તથા તેમના પત્નિ નીકીતાબેન કિર્તીભાઈ દોશી ઉર્ફે નીકીતા આશીષ ઉકાણી (ઉ.વ.31) ગત તા.1પ/10/19ના રોજ વહેલી સવારે ર વાગ્યાના સમયે આરોપી આશિષ પોતાની પત્નિ સાથે પોતાની કારમાં બેસી શેલણા ગામે આવ્યા હતા. જયાંપોતાના ખેતરમાં બન્નેએ દારૂ પીધેલ. બાદમાં આ કહેવાતા પતિ-પત્નિ વચ્ચે વહેલી સવારે પૈસા અને ગાડી બાબતે ઝગડો થતાં આરોપી આશિષે નીકીતાને કૂવામાં ધકકો મારી જાનથી મારી નાખેલ. બાદમાં આ બનાવના પુરાવાનો નાશ કરવા માટે થઈ લાશને બહાર કાઢવા કાર વડે દોરડાથી બાંધી બહાર કાઢી નીકીતાના મૃતદેહને બાજુના ખેતરમાં ખાડો કરી દાટી દીધેલ હતી. મુંબઈ પોલીસને ગુમ થયાની અગાઉ મળેલ ફરિયાદમાં આરોપીએ કબુલાત આપતા અમરેલી જિલ્લાના શેલણા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. અને આ બનાવ અંગે મહારાષ્ટ્ર પોલીસે આરોપી આશિષ ઘનશ્યામભાઈ ઉકાણી સામે વંડા પોલીસમાં 30ર, ર01 મુજબનો ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments