fbpx
અમરેલી

અમરેલી તાલુકા ભાજપમાં ગાબડું પડતા અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

હાલમાં ગુજરાત રાજય તથા ભારત દેશમાં ભારતીય જનતા
પાર્ટીના શાસનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, દિનપ્રતિ દિન
સમગ્ર દેશમાં મોઘવારી વધતી જાય છે, પરીણામે ગરીબ તથા મઘ્‍યમ
વર્ગને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ બની ગયું છે, સમગ્ર દેશમાં
મોદી સરકારના નોટબંધી તથા જીએસટી જેવા બિન આવડત ભર્યા
નિર્ણયથી ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, તથા દેશમાં દિનપ્રતિ
દિન બળત્‍કારની ઘટનાઓ, આત્‍મહત્‍યાઓ,ખુન,
ચોરી,લુંટફાટ,જેવા બનાવો વધતા જાય છે, ગુજરાતની રૂપાણી
સરકારી તથા કેન્‍દ્રની મોદી સરકાર તમામ મોરચે નિષ્‍ફળ નિવડી
છે, આજે દેશમાં ગરીબ માણસ ભુખમરાનો સામનો કરી રહયો છે,
આજે ગુજરાત અને ભારત દેશનો યુવાન બેરોજગાર બનીને દર દર
નોકરી માટે ભટકી રહયો છે, ત્‍યારે અમરેલી તાલુકાના ભાજપની
વિચારધારા ધરાવતાં યુવાનો આજે ભાજપ પાર્ટી છોડીને
કોંગ્રેસનો હાથ થામ્‍યો છે, અને આવનારી સ્‍થાનિક સ્‍વરાજયની
ચુંટણીઓમાં ગરીબ,ગામડું ,ખેડુત,અને યુવાનોના વિકાસ માટે
કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે હાંકલ કરી હતી.આ કાર્યક્રમમાં
ર50 જેટલા યુવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસ પાર્ટીમાં
વિધિવત રીતે તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ પ્રવેશ આપ્‍યો
હતો.

Follow Me:

Related Posts