fbpx
અમરેલી

ધારી – બગસરા – ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેડૂતપુત્ર એવા કિસાન ઉમેદવાર પિયુષ ઠુંમરનું નિશાન ટ્રેકટર ચલાવતો ખેડૂત

હીં કોઈ દંભ કે નઈ કોઈ ખોટા પ્રલોભન મોઢામાં એક જ શબ્દ ખેડૂતોના હિત માટે મેં આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ધારી – બગસરા – ખાંભાની યોજાય રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં નિર્દલીય ઉમેદવારી નોંધાવનાર યુવા બિઝનેસમેન અને સેવાભાવી અગ્રણી તથા સબળ દાતા તેમજ ખેડૂતપુત્ર પિયુષકુમાર ઠુંમરને આજે ચૂંટણીપંચ તરફથી નિશાન ફાળવવામાં આવ્યું છે તેમનું નિશાન જ તેમની મનોભાવના મુજબ ટ્રેકટર ચલાવતો ખેડૂતના સિમ્બોલ સાથે મળ્યું છે

ધારી – બગસરા – ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રીજા સક્ષમ વિકલ્પ તરીકે જંપલાવનારા નિર્દલીય ઉમેદવાર શ્રી પિયુષકુમાર ઠુંમરને આજે ચૂંટણીપંચ તરફથી નિશાન ફાળવવામાં આવ્યું છે અને મતદાન ક્રમાંક પણ ફાળવવામાં આવ્યો છે યુવા બિઝનેસમેન અને ખેડૂતપુત્ર શ્રી પિયુષકુમાર ઠુંમરનું મતદાન નિશાન છે ટ્રેકટર ચલાવતો ખેડૂત જેથી તેઓ ખૂબ જ પ્રસન્ન છે તેમની ખૂશીનો કોઈ પાર નથી કારણ કે પોતે ખેડૂતપુત્ર છે અને નાનપણથી ખેતી કરતા મોટા થયા છે આ તકે શ્રી પિયુષકુમારે જણાવ્યું હતું કે મેં આ ચૂંટણીમાં ખેડૂતોના હિત માટે ઝંપલાવ્યું છે મારે ધારીને ધારદાર બનાવું છે મારે બેરોજગાર યુવાનો માટે ઉદ્યોગ સ્થાપવો છે મારે મારા વતન અને મારા વિસ્તારના ખેડૂતો માટે મારા જિલ્લા માટે કઈક કરવું છે મને જનતાને બીબાઢાળ રાજકારણમાંથી બહાર કાઢી તેમના માટે કઈક કરી છૂટવાની મોટી મહેચ્છા છે આજે ચૂંટણીપંચે મને ટ્રેકટર ચલાવતો ખેડૂત નિશાન આપ્યું છે સાથોસાથ મારો મતદાન ક્રમાંક પણ ૭ આપ્યો છે જે નંબર મારા માટે ખૂબ જ લક્કી છે આજે મને ગૌરવ છે કે હું ખેડૂતનો દિકરો છું મારી છાતી ફુલી નથી સમાતી જનતા જો મને આ તક આપે તો મારે ઈતિહાસ રચવો છે અને સાચા અર્થમાં પ્રજાનો સેવક કેવો હોય એ ચરિતાર્થ કરી બતાવવું છે

Follow Me:

Related Posts