fbpx
અમરેલી

જિલ્લા કક્ષાએ કાર્યરત ચેનલ મોનીટરીંગ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર જી.આર.માણકર

૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર જી.આર.માણકરે આજે જિલ્લા કક્ષાએ કાર્યરત ચેનલ મોનીટરીંગ રૂમની મુલાકાત લીધી હતી. જિલ્લા એમ.સી. એમ.સી. દ્વારા બે લોકલ તેમજ ચાર પ્રાદેશિક ગુજરાતી ચેનલોનું ૨૪ X ૭ મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં રાજકિય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવામાં આવતાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રસારીત થયેલ જાહેરાતો કે પેઈડ ન્યુઝ અંગેની વિગતો એકઠી કરવામાં આવે છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતા કે કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનનું અવલોકન કરવામાં આવે છે. 

ઓબ્ઝર્વર જી.આર.માણકરે ચેનલ મોનીટરીંગની તમામ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપેલ હતા. 

ચૂંટણી લક્ષી માહિતી કે ફરિયાદ માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી-અમરેલી ખાતે બે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૭૯૨ તથા ૧૮૦૦-૨૩૩-૨૮૯૨ તેમજ ધારી પ્રાંત કચેરી ખાતે કોલ સેન્ટર નંબર ૦૨૭૯૭ ૨૨૫૦૭૦ કાર્યરત હોય જરૂરી માહિતી મેળવી શકાશે.

Follow Me:

Related Posts